હળવદના રાતાભેર ગામે રહેતી મહિલા અને તેના બે સંતાનોને પતિ અને જેઠ-જેઠાણીએ માર માર્યો
વાંકાનેરમાં વાહન ચોર પકડાયા બાદ ધડાધડ બે ગુના નોંધાયા !: આરોપી પાસેથી એક કાર સહિત ત્રણ ચોરાઉ વાહન મળ્યા
SHARE









વાંકાનેરમાં વાહન ચોર પકડાયા બાદ ધડાધડ બે ગુના નોંધાયા !: આરોપી પાસેથી એક કાર સહિત ત્રણ ચોરાઉ વાહન મળ્યા
વાંકાનેરના માટેલ રોડ પર આવેલ અમરધામ પાસેથી સેન્ટ્રો કારની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ચોરાઉ કાર અને બે બાઈક સાથે સ્થાનિક પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ બાઈક ચોરીના બે ગુના વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ પાસે યુવાને પોતાની સેન્ટ્રો કાર પાર્ક કરીને મૂકી હતી જે કારની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સેન્ટ્રો ગાડી નંબર જીજે 3 એબી 4223 ની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી હતી દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સામતભાઈ છુછીયા અને શક્તિસિંહ પરમારને મળેલ બાતમી આધારે બે ચોરાઉ બાઈક અને એક ચોરાઉ સેન્ટ્રો ગાડી આમ કુલ મળીને ત્રણ ચોરાઉ વાહન સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી કુલ મળીને 2.45 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. વધુમાં તે આરોપીની પૂછપરછ કરવામાં આવતા વાંકાનેર તાલુકામાંથી એક અને સિટીમાંથી એક એક બાઈકની ચોરી કરી હોવાની તેમજ મોરબીના લખધીરપુર રોડ ઉપરથી એક બાઈકની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી ભરતભાઈ દેવીદાસભાઈ મેસવાણિયા રહે. ચોકડી ચરમાળીયા દાદાની જગ્યા પાસે મફતિયાપરા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીએ છે કે આરોપી ચોરાઉ બાઇક સાથે ઝડપાયા બાદ વઢવાણ તાલુકાના વડોદ ખાતે રહેતા હાર્દિકભાઈ ભીખુભાઈ રાઠોડ (21)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચે તેણે પોતાનું બાઈક નંબર જીજે 13 એકયુ 2125 તા. 19/6/25 ના રોજ પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી અજાણ્યા શખ્સે કરેલ છે. આવી જ રીતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વઘાસીયા પાસે આવેલ સોમાણી સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા તુષારભાઈ ડુંગરભાઇ પરમાર (33)એ ફરિયાદ કરી છે કે, પોતાનું બાઈક નંબર જીજે 13 બીજે 4602 તેણે રાણેકપર ગામના પાટીયા પાસે રામદેવપીરના મંદિર નજીક તા 23/4/25 ના રોજ પાર્ક કરીને મૂક્યું હતું જે 75 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયેલ છે. આમ હાલમાં પકડાયેલા આરોપી પાસેથી ચોરાઉ વાહનો કબજે થયા બાદ ભોગ બનેલ વ્યક્તિઓની ફરિયાદ લઈને પોલીસે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

