નવજીવન: મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર મહિલાને યુવાને તાત્કાલિક બચાવી લીધી
વાંકાનેરમાં પરશુરામ ધામ માટે રૂા.10 લાખની ગ્રાંટ ફાળવતા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા
SHARE









વાંકાનેરમાં પરશુરામ ધામ માટે રૂા.10 લાખની ગ્રાંટ ફાળવતા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા,મંદિરના દર્શન કરી બગીચા માટે વૃક્ષારોપણ કર્યુ
વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ પર બ્રહ્મ સમાજ સોસાયટીમાં બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ ધામનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે ત્યારે ગત સોમવારે વાંકાનેર રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ પરશુરામધામની મુલાકાત લીધી હતી.
અને દર્શન કરી દાદાના સાનિધ્યમાં બગીચાના શ્રીગણેશ કરાવી વૃક્ષારોપણ કર્યુ હતું અને આ સાથે ભૂદેવોની ઉપસ્થિતિમાં મંદિર નિર્માણ માટે 10 લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, પુષ્કરભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ આચાર્ય, અમરશીભાઈ મઢવી, અમીતભાઈ મઢવી, ભરતભાઈ ઠાકર, કમલેશભાઈ રાવલ, મયુરભાઈ ઠાકર, પ્રશાંતભાઈ ઉપાધ્યાય સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.તે પ્રસંગે શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ મહામંત્રી દિપકસિંહ ઝાલા, અમીતભાઈ શાહ સહિત મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા, રાજુભાઈ રાવલ, બાબુભાઈ રાજગોર, પ્રવિણભાઈ રાજગોર, મોહનભાઈ રાજગોર, દુષ્યંત ઠાકર સહિતના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ રૂમ અને બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ
વાંકાનેરનાં નાગરિકો ને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ રકતને સાચવી શકે એવી ક્ષમતાવાળું બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ રાજયસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.નવા આધુનિક મશીન અને ટેકનોલોજીથી મદદથી હેલ્થ સેકટર અપગ્રેડ થઈ રહ્યું છે. આ કાર્યમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પ્રમોદભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યાં હતાં

