એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબી: લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં: મોરબીમાં જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE

















વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં: મોરબીમાં જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ યક્ષપુરુષનગરના બોર્ડ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને પગમાં ફ્રેકચર અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા મોહમદમુજીબભાઇ નજરૂદીનભાઇ શેરસીયા (21) નામના યુવાને કાર નંબર જીજે 3 પીડી 9271 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ યક્ષપુરુષનગરના બોર્ડ પાસેથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 8096 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી યુવાનને પગને નળાના ભાગે ફ્રેકચર અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં ચલણી નોટ આધારે જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દલસુખભાઈ ગોવિંદભાઈ અબાસણીયા (42) રહે, વાઘપરા શેરી નં-6 મોરબી, ઇદ્રીશભાઈ અબ્દુલભાઈ અજમેરી (42) રહે. રવાપર રોડ રાજ બેંક વાળી શેરી મોરબી તથા વલીમામદભાઈ આદમભાઈ ચાનિયા (50) રહે. કબીર ટેકરી મેન રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.






Latest News