મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો


SHARE











હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો

હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિતના કુલ ચાર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો તેમજ તેઓને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કુલ મળીને 19 વ્યક્તિઓની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા સનાભાઇ કાનાભાઈ મકવાણા (61) નામના વૃદ્ધે હાલમાં પરેશભાઈ મીણાભાઈ સારોલા, નવઘણભાઈ મીણાભાઈ સારોલાના બે દીકરા, ઝીણાભાઈ વરસીંગભાઇ સારોલા, સંજયભાઈ ઝીણાભાઈ સારોલા, પ્રકાશભાઈ ઝીણાભાઈ સારોલા, રમેશભાઈ વરસીંગભાઇ સારોલા, દેવાભાઈ રમેશભાઈ સારોલા, ગગજીભાઈ રમેશભાઈ સારોલા, કિશોરભાઈ ગેલાભાઈ સારોલા, દિનેશભાઈ ગેલાભાઈ સારોલા, મગનભાઈ દિનેશભાઈ સારોલા, અશ્વિનભાઈ દિનેશભાઈ સારોલા, જયંતીભાઈ જગાભાઈ ઉઘરેજા, ગોવિંદભાઈ જગાભાઈ ઉઘરેજા, કરણભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા, કાંતિબેન જગાભાઈ ઉઘરેજા, લીલાબેન મણીભાઈ સારોલા, લાભુભાઈ વરસીંગભાઇ સારોલા, અશોકભાઈ લાભુભાઈ સારોલા રહે. બધા જુના ઇસનપુર વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જે ફરિયાદમાં જણાવ્યું છે કે જુના ઇસનપુર ગામે મણીભાઈ સારોલાના મકાન સામે રસ્તા ઉપરથી તેઓ પોતાનું બાઈક લઈને સાંજના 6:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરિયાદી તથા તેના સમાજના વ્યક્તિઓ સરપંચ તથા સભ્યના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા જે આરોપીઓને ગમતું ન હતું જેથી આરોપીઓએ ગેરકાયદે મંડળી કરીને સાહે ભદ્રેશભાઈ ગોરાભાઈ મકવાણાને જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને અપમાનીત શબ્દો બોલીને ગાળો આપી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારે ફરિયાદી તથા સાહેબચાવવા વચ્ચે પડતા ફરિયાદીને આ કામના આરોપી કિશોરભાઈ સારોલાએ માથાના ભાગે લોખંડના પાઇપનો એક ઘા મારીને ગંભીર ઇજા કરી હતી તથા ફરિયાદીના દીકરા બીપીનભાઈને પરેશભાઈ સારોલાએ લાકડાના ધોકા વડે માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી અને મારામારીમાં આરોપીઓએ ફરિયાદીના કાકા ગણેશભાઈને ડાબા હાથમાં ઇજા કરી હતી તેમજ ભદ્રેશભાઈને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરવામાં આવેલ છે તેમજ રમેશભાઈ સારોલાએ સાહેબીપીનભાઈનો મોબાઇલ ફોન તોડી નાખીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની વધુ તપાસ મોરબી જિલ્લાના એસ.સી./ એસ.ટી. સેલના ડીવાયએસપી વી.બી. દલવાડી ચલાવી રહ્યા છે






Latest News