હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ


SHARE

















મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ
 
રાજકોટના રહેવાસી યુવાને મોરબીના પીપળી ગામ પાસે ભાગીદારીમાં એચ.આર.કેબલ નામે ફેક્ટરી શરૂ કરી હતી અને મોરબીમાં રહેતા ભાગીદારોને સંપૂર્ણ વહીવટ અને હિસાબ તેઓના ભરોસે સોંપવામાં આવેલ હતો. અને હિસાબમાં ગોટાળા જણા હતા યુવાન તથા તેના પત્નીએ ભાગીદારીમાંથી છૂટા થવા માટે મોરબીમાં રહેતા ભાગીદારને કહ્યું હતું ત્યારબાદ ખોટા હિસાબો દર્શાવીને તેમજ કારખાનામાં પડેલ તૈયાર માલ અને મશીનરી લઈ જઈને કુલ મળીને 81.40 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવાનના બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ બાલાજી હોલની બાજુમાં ધોળકિયા સ્કૂલ પાસે ઉપાસના પાર્ક આસોપાલવ ફ્લેટ નંબર 301 માં રહેતા હેમેન્દ્રભાઈ હરિલાલભાઈ શીલું (42) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિતેશભાઈ નથુભાઈ કૈલા, સુમિતાબેન હિતેશભાઈ કૈલા અને રવિભાઈ કાંતિલાલ ડઢાણીયા રહે. ત્રણેય સત્યમ હાઈટ ઉમા ટાઉનશીપ મોરબી તેમજ અશ્વિનભાઈ નથુભાઈ કૈલા રહે. મોરબી તથા રજનીભાઈ અરજણભાઈ હેરણીયા રહે. નિકુંજ પાર્ક રવાપર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓને હિતેશભાઈ તથા રવિભાઈ સાથે એચ.આર.કેબલ નામની ભાગીદારીમાં મોરબીના પીપળી ગામ પાસે ફેક્ટરી શરૂ કરી હતી. અને તેઓએ પોતાના કારખાનાનો સંપૂર્ણ વહીવટ અને હિસાબ હિતેશભાઈ તથા રવિભાઈને તેઓના ભરોસે અને વિશ્વાસે સોપ્યો હતો. જે ધંધાના હિસાબમાં ગોટાળા જણાતા ફરિયાદી તથા તેમના પત્નીભાગીદારીમાંથી છૂટા થવા માટે હિતેશભાઈ કૈલાને જાણ કરી હતી.

ત્યારબાદ હિતેશભાઈ, રવિભાઈ, અશ્વિનભાઈ તથા રજનીભાઈએ મળીને ફરિયાદી તથા સાહે ફરિયાદીના પત્નીને વિશ્વાસમાં લઈ આરોપીઓએ એચ.આર.કેબલ ફેક્ટરીના હિસાબના રોજમેળમાં પવનસુત એન્જિનિયરિંગના ખોટા હિસાબો દર્શાવી ભાગીદારી ડીડ ન હોય તેમ છતાં બે વ્યક્તિઓને ભાગીદાર દર્શાવી તેઓને છુટા કર્યાના 16,25,000 નો હિસાબ દર્શાવવામાં આવ્યો હતો તેમજ હિતેશભાઈએ નાણાંની જરૂરિયાતના બહાને બીજા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના નાણાં મેળવી તે નાણા માટે થઈને 5,52,500 નું વ્યાજ ચૂકવવાની એન્ટ્રી દર્શાવી હતી તથા કારખાનાના વોચમેનને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને કારખાનાની ચાવી જબરજસ્તીથી લઈને હિતેશભાઈ, રવિભાઈ, અશ્વિનભાઈ અને રજનીભાઈએ કારખાનામાં આઇસર નંબર જીજે 14 એક્સ 7076 તથા કાર નંબર જીજે 21 સીએ 2587 લઈને આવ્યા હતા.

ત્યાર બાદ કારખાનામાં પડેલ 40 લાખ રૂપિયાની કિંમતનો તૈયાર માલ તથા મશીનરી વાહનમાં ભરીને ફરિયાદી તથા તેના પત્ની કે જેઓ પેઢીના ભાગીદાર છે તેમના નફાના 9,96,543 તથા કારખાનાના હિસાબ, વહીવટ, મશીનરી તથા માલ સામાનની કિંમત મળીને કુલ 81,40,975 અને પવનસુત એન્જિનિયરિંગના ખોટા હિસાબો જે ફરિયાદીને જાણવા મળેલ નથી તે રોજમેળમાં ખોટી એન્ટ્રી દર્શાવી તમામ નાણા ઓળવી જઈને ફરિયાદીની ભાગીદારીની તમામ મિલકતનો અપ્રમાણિક પણે ગેરઉપયોગ કરી ઓળવી ગયા હોવા અંગેની ઠગાઈ તથા વિશ્વાસઘાતની ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News