એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબીના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે રાંધવા બાબતે પતિએ માર મારતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ: પતિ સામે ગુનો નોંધાયો


SHARE

















વાંકાનેરના તીથવા ગામે રાંધવા બાબતે પતિએ માર મારતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ: પતિ સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની પત્નીને રસોઈ બનાવવા બાબતે દિવસે દાળ રાંધી હતી તે કેવી રીતે બગડી ગઈ તેમ કહીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ મોઢા ઉપર મારમારીને ઈજા કરી હતી જેથી મહિલાએ ગુસ્સામાં આવીને ખેતરમાં છાંટવાની દવા પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ રાજગઢ જિલ્લાના સરદારપુર તાલુકાના દુધીકંચ ગામના રહેવાસી સુનિતાબેન દિનેશભાઈ ડામોર (19)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ દિનેશભાઈ હરસિંગભાઈ ડામોર રહે. દંડીકૂચ તાલુકો સરદારપુરા જિલ્લો રાજગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ તેના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલા હતા અને તેઓ તિથવા ગામે રહેતા હતા અને ત્યાં મજૂરી કામ કરતા હતા અને નાની નાની બાબતે ફરિયાદીને તેના પતિ દ્વારા મારામારી કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. દરમ્યાન ગત તા.1/7/25ના રાત્રિના સમયે ફરિયાદીને તેના પતિએ કહ્યું હતું કે, દિવસે દાળ રાંધી હતી તે કેવી રીતે બગડી ગઈ તેવું કહીને તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને હાથે પગે તેમજ મોઢાના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ગુસ્સામાં આવીને ફરિયાદીએ પોતે પોતાની જાતે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News