હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: 8 મહિલા સહિત 12 લોકો જુગાર રમતા પકડાયા


SHARE

















મોરબી શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: 8 મહિલા સહિત 12 લોકો જુગાર રમતા પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા આઠ મહિલા મળી આવી હતી આવી જ રીતે મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન સામે અને માળીયા ફાટક બ્રિજ પાસે જુગારની બે રેડ કરી હતી જેમાં કુલ ચાર વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા હતા.

મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પૂજાબેન અલ્પેશભાઈ શેરસિયા (29), મેઘનાબેન લલીતભાઈ વડાળીયા (35), ચેતનાબેન દિલીપભાઈ વેગડ (30), બીનલબેન દીપકભાઈ મિયાત્રા (24), બંસીબેન ચેતનભાઇ ડોડીયા (24), ભીખુબેન કિશોરભાઈ પાટડીયા (41), હેતલબેન કિશોરભાઈ પાટડીયા (27) અને કાજલબેન હિતેશભાઈ પોપટ (26) રહે. બધા ઉમિયા પાર્ક વાવડી રોડ મોરબી મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1980 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જયારે મોરબીમાં માળિયા ફાટક બ્રિજ નીચે જુગારની બીજી રેડ કરી હતી ત્યારે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઇમરાનભાઈ સામતભાઈ માણેક (30) રહે. વીસીપરા કુલીનગર શેરી નં-2 મોરબી અને હૈદરભાઈ મોહમદભાઇ મોવર (30) રહે. વીસીપરા વાડી વિસ્તાર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તો જુગારની ત્રીજી રેડ નજરબાગ રેલવે સ્ટેશન સામે બાવળની જાળીમાં કરવામાં આવી હતી ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા જયેશભાઈ ચંદીદાન ઈસરાણી (50) રહે. સોઓરડી શેરી નં-7 મોરબી તથા હનીફભાઈ ઈસ્માઈલભાઈ જુણેજા (56) રહે. લાતી પ્લોટ શેરી નં-14 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,550 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી






Latest News