મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય


SHARE







કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય

માળીયા નગરપાલિકા વિસ્તાર કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે અને વર્ષોથી ત્યાં કોંગ્રેસ સત્તા ઉપર છે દરમિયાન માળીયા નગરપાલિકાની 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 17 બેઠકો ઉપર કોંગ્રેસ અને 7 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે આમ કોંગ્રેસે તેનો ગઢ જાળવી રાખવામાં સફળ થયેલ છે.

માળીયા મીયાણા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ દ્વારા તેના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી ન હતી, નામ જાહેર કરવામાં આવ્યો ન હતા અને સીધા જ 24 ઉમેદવારોના ભાજપ દ્વારા ચૂંટણી માટે થઈને ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા અને માળિયા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી દરમિયાન આજે માળીયા નગરપાલિકાની ચૂંટણી બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 24 પૈકી 17 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે જ્યારે સાત બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે આમ ભાજપએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને 7 બેઠકો કબજે કરેલ છે




Latest News