મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય


SHARE







ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય

ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને જેમાં પ્રથમ ચૂંટણીમાં મતદારો દ્વારા ટંકારા પાલિકાનું સુકાન ભાજપના હાથમાં આપવામાં આવ્યું છે અને 24 પૈકીની 18 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે છ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એટલે કે ટંકારા વર્ષોથી ગ્રામપંચાયત હતી જોકે થોડા સમય પહેલા ટંકારા ગ્રામ પંચાયતને સરકાર દ્વારા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રથમ વખત ટંકારા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને 6 વોર્ડની કુલ મળીને 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો અને બંને પક્ષ દ્વારા જીતના દાવા કરવામાં આવતા હતા તેવામાં ટંકારાના મતદારોભાજપ તરફી મતદાન કરીને 24 પૈકીની 18 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને વિજય અપાવ્યો છે જ્યારે છ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે આમ ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવ્યો છે અને ટંકારા પાલિકામાં ભાજપનો લહેરાયો છે.






Latest News