મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ


SHARE







ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસનાં મહિલા સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદમાં પણ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા વિરોધ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા ગેનીબેન ઠાકોરની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસનાં સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભાજપ સરકાર તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે વિરુદ્ધ વ્યક્ત કર્યો હતો ત્યારે કોંગ્રેસનાં સ્થાનિક આગેવાનોએ પણ સમાજના લોકોને ટેકો આપ્યો હતો. અને જગદીશ વિશ્વકર્મા હાય-હાય સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અને આ તકે આગેવાનોએ કહ્યું હતું કે, એક તરફ ભાજપ સરકાર નારીશક્તિ અને સશક્તિકરણની વાતો કરીને મત માંગે છે અને બીજી બાજુ તેમના નેતાઓ નારીનું જાહેરમાં અપમાન કરી રહ્યા છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તે અત્યંત અપમાનજનક હતી જેથી ગેનીબેનની માફી માંગવી જોઈએ અને જો ભાજપના પ્રદેશ પ્રમુખ માફી નહીં માંગે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીઆવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હલવાદમાં ઠાકોર સમાજના આગેવનો તેમજ કોંગ્રેસનાં હોદેદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે દારા કુલ મળીને 11 જેટલા પ્રદર્શનકારીઓને ડિટેકરવામાં આવ્યા હતા.






Latest News