મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોય અગાઉ પણ પોલીસ દ્વારા ત્યાં રોડા કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે તેવામાં વધુ એક વખત વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ખાણ ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે તેમજ ઓવરલોડ ખનીજ ભરીને જતાં ચાર ડમ્પર જેની કિંમત 1.20 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.પટેલની સુચના મુજબ પીએસઆઇ ડી.વી.ખાંભલા અને તેઓનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરીને લઈ જતાં વાહનોના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. અને વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ડમ્પર નંબર જીજે 8 એયું 7124, જીજે 3 ડીવાય 8288, જીજે 3 બીવાય 1953 અને જીજે 11 વીવી 9695 કબજે કરેલ છે અને કુલ મળીને 1.20 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે. અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News