હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો


SHARE







ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો

મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને બે વર્ષની જેલની સજા અને દંડનો હુકમ કર્યો છે. 

કેસમાં ફરિયાદી ભાસ્કરભાઇ પ્રેમતલાલ પંડ્યા અને આરોપી વાસુદેવભાઇ ગોવિંદભાઇ ધુમલીયા વચ્ચે સામાજિક સંબંધો હતા. જેથી આરોપીને નાણાકીય જરૂરિયાત ઊભી થતા ફરિયાદીએ અંગત ઉપયોગ માટે ૮૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા અને આ રકમ પછી આપવા માટે આરોપીએ આપેલો ચેક બેંકમાં રજૂ કરતા "અપૂરતું ભંડોળ" ના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ વકીલ મારફત નોટિસ આપી હતી છતાં ફરિયાદીને રકમ આપી ન હતી જેથી કરીને મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષના જાણીતા વકીલ કાનજી એમ. ગરચરની દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મોરબીના મહે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી વાસુદેવભાઇ ધુમલીયાને બે વર્ષની સાદી કેદની સજા અને આરોપીને ૯૫,૦૦૦ નો દંડ કર્યો છે અને દંડની રકમમાંથી ફરિયાદીને ૮૦,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે તેમજ ચેકની રકમ ઉપર ચેક પરત ફર્યા તારીખથી વાર્ષિક ૯ ટકા સાદુ વ્યાજ પણ આરોપીએ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. અને આ ​ચુકાદા સમયે આરોપી ગેરહાજર હોવાથી કોર્ટે આરોપી વિરુદ્ધ બિન-જામીનલાયક વોરંટ કાઢી તેને સજા ભોગવવા માટે હાજર કરવા પોલીસને આદેશ કર્યો છે. ​આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.




Latest News