મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસેથી 36 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે બે શખ્સ પકડાયા: 1.55 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના મકનસર પાસેથી 36 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે બે શખ્સ પકડાયા: 1.55 લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકસર ગામ પાસે ચામુંડા હોટલની સામેથી સીએનજી રીક્ષા પસાર થઇ રહી હતી જે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે દારૂની 36 બોટલ તેમાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે 50,400 ની કિંમતનો દારૂ તથા રિક્ષા અને મોબાઈલ ફોન મળીને 1,55,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી હતી જો કે, માલ આપનારનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકનસર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ સામેથી સીએનજી રીક્ષા નંબર જીજે 24 ડબલ્યુ 7550 પસાર થઈ હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે રીક્ષામાં જઈ રહેલા બે શખ્સો પાસેથી દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 50,400 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન અને 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,55,400 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કમજે કર્યો હતો અને રીક્ષાના ચાલક ધર્મેન્દ્રભાઈ રૂગનાથભાઈ એરણીયા (34) તથા દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (30) રહે. બંને શિવ પાર્ક શેરી નં- 2 પીપળી ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ આપનાર તરીકે લાલાભાઇ કાઠી દરબારનું નામ સામે આવ્યું હોય ત્રણેય સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ હાથ કરી છે.






Latest News