મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું !
SHARE
મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું !
મોરબીની આસપાસમાં આવેલ સિરામિક કારખાનાઓમાંથી ધીમેધીમે કરતાં છેલ્લા વર્ષોમાં 300 જેટલા કારખાના કાયમી ધોરણે બંધ થઈ ગયા છે અને કારખાનેદારોને પોતાન જુના કારખાના વેચવા છે જો કે, બાંધકામ જંત્રી દર વધુ હોવાના જૂના પડતર કારખાના વેચતા નથી. જેથી આ બાબતે સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને જંત્રી દરમાં રહેલી વિસંગતતા દૂર થશે અને ઉદ્યોગકારોના પડતર કારખાનનું વેચાણ થશે તેવી આશા હતી જો કે, તાજેતરમાં જે જવાબ આપવામાં આવેલ છે તેમાં જંત્રી દરનો ઘસારો બાદ કરવો તે નીતિ વિષયક નિર્ણય છે જેથી હાલમાં આ પ્રશ્ન ઉકેલાય તેવી શક્યતા દેખાતી નથી જેથી ઉદ્યોગકારોના પડતર કારખાનોમાં ફસાયેલ કરોડો રૂપિયા છૂટશે નથી તે નિશ્ચિત છે
મોરબી સિરામિક એસો.ના પ્રમુખો પ્રમુખ દ્વારા અગાઉ સિરામિક એસો.ના લેટર પેડ ઉપર લખીને સ્થાનિક ધારાસભ્યોથી લઈને મુખ્યમંત્રી બાંધકામ જંત્રી દરની વિસંગતતા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં સિરામિક કારખાનના શેડ સિમેન્ટ સીટ વાળા હોય છે અને તેનો બાંધકામ જંત્રી દર 12,300 ચોરસ મીટર નક્કી કરવામાં આવેલ છે જો કે, આ શેડ માત્ર 3000 થી 3200 રૂપિયાના બાંધકામ ખર્ચમાં ઊભા થઈ જાય છે અને દરેક કારખાનના શેડ અંદાજે 10 થી 30 હજાર ચો.મી.ના હોય છે. જેથી કારખાનું બનાવવામાં આવ્યું હોય ત્યારે જે ખર્ચ થયો હોય તેના કરતાં વધુ હાલમાં તેની બાંધકામ જંત્રી લાગે છે જેથી પડતર પડેલા કારખાના વેચતા નથી.
વધુમાં જણાવ્યુ હતું કે, બાંધકામની જંત્રીમાં વર્ષે 1.20 ટકા ઘસારો ગણવામાં આવે છે. આ હિસાબે 100 વર્ષે બાંધકામની વેલ્યૂ શુન્ય થાય જો કે, મોરબીમાં માત્ર 10 વર્ષમાં કારખાનની વેલ્યૂ શુન્ય થઈ જાય છે. જેથી ઘસારાની ટકાવારી વધારાવામાં આવે અને વાર્ષિક 10 ટકા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. મોરબીની આસપાસમાં જે સિરામિકના કારખાના આવેલા છે તેમાંથી મશીનરી જૂની થવાથી કે પછી બાંધકામ જૂના થઈ ગયા હોવાથી 10 કે 20 નહીં પરંતુ અંદાજે 300 જેટલા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે અને મોટાભાગના કારખાનામાં મશીનરીનો ભંગાર પણ વેચાઈ ગયો છે જો કે, બાંધકામ જંત્રી દરની વિસંગતતાના લીધે ઉદ્યોગકારોના જૂના કારખાનના પડતર પડેલા શેડ વેચતા નથી. જેથી ઉદ્યોગકારોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે.
હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિરામિક એસો.ની રજૂઆત આધારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મોરબીમાં બંધ પડેલા સીરામીક એકમોના સિમેન્ટ સીટના બાંધકામના જંત્રી ભાવમાં ઘટાડો કરવા માટેની રજૂઆત કરી હતી. જેની સામે સિરામિક કારખાનાના જુના બાંધકામ માટે ઘસારાનો દર નક્કી કરવો એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે જેથી હાલમાં મોરબીમાં બંધ પડેલા સીરામીક કારખાનાઓના બાંધકામના જંત્રી દરમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી જેના કારણે મોરબીમાં એક કે બે નહીં પરંતુ અંદાજે 300 જેટલા કારખાનાના શેડ બંધ પડ્યા ભંગાર થઈ રહ્યા છે અને તેના કોઈ લેવલ થતા નથી.
ઉલેખનીય છે કે, કારખાનાનો શેડ માત્ર 3200 રૂપિયા ચોરસ મીટરના ભાવથી નવો બની જાય છે અને તેનો અત્યારે જંત્રી દર સરકાર દ્વારા 12,300 ગણવામાં આવે છે આમ કારખાનાના બાંધકામ ખર્ચ કરતાં બાંધકામ જંત્રી ચાર ગણી ગણવામાં આવે છે. જેથી ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે જો જંત્રી દરમાં દર વર્ષે 10 ટકાનો ઘસારો બાદ કરવામાં આવે તો અહીંના કારખાનેદારોને ફાયદો થઈ શકે તેમ છે. પરંતુ ઉદ્યોગકારોના પડતર કારખાના અને જમીનનું વેચાણ થાય તેના માટેનો નીતિ વિષયક નિર્ણય સરકાર દ્વારા ક્યારે લેવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.









