હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત


SHARE







ટંકારાના છત નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છત ગામ પાસે શિવમ કોલ્ડ સ્ટોરેજ સામેના ભાગમાં બંધ પડેલો ટ્રકને ડિવાઈડ પાસે ઊભો રાખવામા આવેલ હતો તે ટ્રકની પાછળના ભાગમાં બીજો ટ્રક અથડાયો હતો જેથી કરીને અકસ્માત થયો હતો અને પાછળના ટ્રકના ચાલકને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઇ ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંધ પડેલા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા રાજુભાઈ વિશ્વનાથ રાય (33)એ ટ્રક નંબર જીજે 10 ઝેડ 5788 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓના પિતરાઈ ભાઈ ઉપેન્દ્રભાઈ પોતાની હવાલા વાળી ટ્રક નંબર જીજે 39 ટી 0160 લઈને મુન્દ્રાથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા દરમિયાન રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે શિવમ કોલ્ડ સ્ટોરેજ સામે રોડની જમણી સાઈડમાં ડિવાઈડરની બાજુમાં બંધ હાલતમાં આરોપીએ તેનો ટ્રક ઊભો રાખ્યો હતો અને ત્યાં કોઈ પણ પ્રકારની આડસ મૂકવામાં આવી ન હતી જેથી ફરિયાદીના પિતરાઈ ભાઈ ઉપેન્દ્રભાઈનો ટ્રક આરોપીના ટ્રકની પાછળના ભાગમાં અથડાયો હતો અને અકસ્માત થયો હતો આ બનાવમાં ઉપેન્દ્રભાઈને શરીરે ઇજાઓ થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News