મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી


SHARE







ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી

લગ્નેતર પ્રેમ સંબંધોના કારણે ઘણી વખત હત્યાના બનાવો સામે આવ્યા છે આવી જ એક ચોંકાવનારી ઘટના મોરબી જિલ્લામાં સામે આવેલ છે જેમાં ઢુવા માટેલ રોડ ઉપરથી થોડા સમય પહેલા અર્ધ બળેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની તપાસ દરમિયાન  એવી માહિતી સામે આવી હતી કે, મૃતક વ્યક્તિની હત્યા તેની પત્નીએ પ્રેમી અને માતાની સાથે મળીને કરી નાખેલ છે. અને લાશનો નિકાલ કરવા માટે લાશને સળગાવવામાં આવી હતી હાલમાં હત્યાના આ ગુનામાં પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હિન્દી ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી તેવી ચોંકાવનારી ઘટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાંથી સામે આવેલ છે જેમાં ઢુવા માટેલ રોડ પર આવેલ રેસી સિરામિક પાસે અવાવરુ જગ્યામાંથી ગત તા. 28/4 ના રોજ અર્ધ બળેલી હાલતમાં એક પુરુષની લાશ મળી આવી હતી અને તે મૃતક વ્યક્તિના હાથ બાંધેલા હતા જેથી પોલીસે હત્યાની અશંકાએ જુદી જુદી દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને મૃતક વ્યક્તિના મૃતદેહનું ફોરેન્સી પીએમ કરવામાં આવ્યું જેમાં તેની ચારેક દિવસ પહેલા હત્યા કરીને લાશને સળગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ.

જેથી એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલ અને સ્થાનિક પોલીસની જુદીજુદી ટીમો બનાવીને હત્યાના ભેદને ઉકેલવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં મૃતક વ્યક્તિ ઓળખ સહિતની કડીને જોડવામાં આવતા મૃતક વ્યક્તિનું નામ છગનભાઇ પાંચિયાભાઈ નિનામા હોવાનું સામે આવ્યું હતું અને તેની હત્યાના બનાવમાં હાલમાં મૃતક છગનભાઇના પત્ની સુમનબેન છગનભાઇ નિનામા (35), તેની પ્રેમી પવન ભવરલાલ નિનામા (29) અને સુમનબેનના માતા દેવલીબાઈ ગંગારામ ગીરેવાલ (50)ની એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મૃતક વ્યક્તિની લાશ મળી હતી ત્યારે તેની ઓળખ થાય તેવું કશું જ મળ્યું ન હતું જો કે, તેના હાથ ઉપર ૐ નું નિશાન ત્રોફાવેલ હતું જેના આધારે તપાસ શરૂ કરી હતી અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઇલના સીડીઆર ચેક કરવામાં આવ્યા હતા ત્યાર બાદ મૃતક વ્યક્તિનું નામ છગનભાઈ નીનામા છે અને તે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે તેવી માહિતી સામે આવી હતી અને મૃતક વ્યક્તિને તેની પત્ની સુમન સાથે અવાર નવાર ઝઘડા થતાં હતા જેથી છેલ્લા ત્રણ વર્ષથી સુમન તેને છોડીને બંને સંતાનોની સાથે ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રેસી સિરામિક ખાતે તેના પ્રેમી અને કોન્ટ્રાક્ટર પવનકુમાર નિનામા સાથે રહેતી હતી.

જો કે, તાજેતરમાં ગેસની કટોકટીના કારણે સિરામિક કારખાનાઓ બંધ થયા હતા જેથી સુમન તેના વાતમાં ગઈ હતી અને ત્યારે પ્રેમી સાથે સંપર્કમાં રાઇન તેને છગનભાઈની હત્યા કરવાનો પ્લાન બનાવેલ હતો. એટલા જ માટે સુમનબેન વતનમાંથી પછી આવી ત્યારે છગનભાઇ અને તેની માતા દેવલીબાઈને સાથે લાવી હતી અને જે દિવસે છગનભાઇ તેની પત્ની અને સાસુની સાથે મોરબીમાં આવ્યા અને કારખાના બાજુ જતાં હતા ત્યારે જ પવનકુમાર નિનામાએ તેનું ગળું પાછળથી દોરીથી દબાવી દઈને તેની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ તે જે દિવસે છગનભાઈની લાશને સળગાવી દેવામાં આવી હતી.

પરણિત પ્રેમિકાએ પ્રેમી અને માતાની સાથે મળીને પતિની હત્યા કરી હતી આટલું જ નહીં પરંતુ તેની હત્યાના પુરવાનો નાશ કરવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો જેથી હત્યાના આ ચકચારી બનાવમાં એલસીબીની ટીમે મૃતકની પત્ની અને સાસુ તેમજ મૃતક વ્યક્તિના પત્નીના પ્રેમીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે ત્રણેય આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે જો કે, હત્યાના આ બનાવથી મૃતક વ્યક્તિના બે સંતાન હાલમાં નોંધારા બની ગયા છે કેમ કે, પિતાની મોત નીપજયું છે અને માતા તેમજ નાની અને જેની સાથે રહેતા હતા તે માતાનો પ્રેમી હાલમાં હત્યાના ગુનામાં પકડાઈ ગયેલ છે.






Latest News