મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત


SHARE







ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત

ટંકારાના ઓટાળા ગામ પાસે કાર ચાલકે માલવાહક અશોક લેલન દોસ્ત વાહનને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં વાહનના ચાલક તથા બાળક સહિત કુલ 3 લોકોને ઇજા થઈ હતી જેથી તેઓને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જામનગરના નવાગામ ઘેડ ગોપાલ ચોક પાછળ રહેતા દિનેશભાઈ જેસંગભાઈ પરમાર (40)એ કાર નંબર જીજે 3 એફડી 5980 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામ નજીકથી તેઓ પોતાનું અશોક લેલન દોસ્ત માલવાહક વાહન નંબર જીજી 10 ટીવાય 3220 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના વાહન સાથે પોતાની કાર અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદી તથા સાહેબ ઉદયસિંહ દેવસિંહ ભંડે અને ઉદયસિંહના ભાણેજ દેવ ધવલભાઈ ભાલોડીયા (3) ને હોઠના ભાગે ઇજા થઈ હતી અને દાંત પડી ગયા હતા જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત

 હળવદના સૈયદવાસ ગોરી દરવાજે રહેતા મહેબૂબભાઈ નથુભાઈ સિપાહી (45)એ કાર નંબર જીજે 36 એપી 7380 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદની મોરબી ચોકડી પાસે ચાર રસ્તા નજીકથી ફરિયાદી તેનો એકટીવા નંબર જીજે 36 એએન 6860 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના એકટીવાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા પગે ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલકા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News