મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે


SHARE







વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે

વાંકાનેર સીટી પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાંથી ઝડપી પાડી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂા.1.39 લાખનો મુદામાલ રિકવર કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ગુનાઓ ઉકેલવા માટે સક્રિય હોય, દરમિયાન હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કો. દર્શિતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલાને એક ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી રાજકોટના કુબલીયાપરામાં હોય જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી કમલેશ ઉર્ફે કમો દીપક સોલંકી (ઉ.વ. 29, રહે. કુબલીયાપરા શેરી નં.5, મચ્છી ચોક પાસે, રાજકોટ)ને ઝડપી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પૈકી એક સોનાનો ચેઇન, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી તથા રોકડ રકમ રૂા.1,07,000 સહિત કુલ રૂા.1,39,000નો મુદ્ામાલ રિકવરી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ વી.એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ હેડ કો. યશપાલસિંહ પરમાર, વીરેન્દ્રસિંહ ઝાલા, વિશ્ર્વરાજસિંહ ઝાલા તથા કો. રાણીંગભાઇ ખવડ, દર્શિતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઇ પરમાર અને જગદીશભાઇ રંગપરા સહિતની ટીમ જોડાઇ હતી




Latest News