મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા


SHARE













ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા

મોરબી જિલ્લામાં નવરચિત ટંકારા નગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવા જઈ રહી છે અને આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે આ ચૂંટણીમાં ભાજપ તેનો ગઢ જાળવી રાખશે કે કોંગ્રેસની પકડ નગરપાલિકામાં મજબૂત બનશે તે આગામી સમય બતાવશે પરંતુ મતદારો ખાસ કરીને ઘટતી પ્રાથમિક સુવિધાના મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરશે તે નિશ્ચિત છે.

રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તે માટે તેને ગ્રામ પંચાયતને અપગ્રેડ કરીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતો હોય છે તેવી જ રીતે ટંકારા ગ્રામ પંચાયતને અપગ્રેડ કરવામાં આવી છે અને તેને નગરપાલિકાના દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારબાદ પ્રથમ વખત ટંકારામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે અને નગરપાલિકા માટે જ્યારે પ્રથમ ચૂંટણી યોજ્યા રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષ અને અપક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં તેઓને મત મળે તે માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

જોકે, ટંકારા શહેરી વિસ્તારની અંદર રહેતા લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે તે બાબતે સ્થાનિક લોકોનો સંપર્ક કરતા લાઈટ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આજની તારીખે ટંકારા શહેરી વિસ્તારની અંદર અનેક જગ્યાએ મળતી નથી ત્યારે ઘટતી પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

હાલમાં ટંકારા ગ્રામ પંચાયતનો જે વિસ્તાર હતો તે ઉપરાંત જબલપુર ગ્રામ્ય વિસ્તારમાંથી આર્યનગર સોસાયટી વિસ્તારનો પાલિકામાં સમાવેશ કર્યો છે અને પાલિકાના કુલ મતદાર 9918 જેટલા છે જે ટંકારા પાલિકાની પ્રથમ ચૂંટણીમાં તેના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના ઉમેદવારોને ચૂંટવાના છે.

વોર્ડ વાઇઝ ઉમેદવારોની યાદ

વોર્ડ નં. 1 માં ભાજપમાંથી જયેશ અમરશીભાઈ ભટાસણા, ભાર્તીબેન રાજીવભાઈ પાંચોટીયા, મનિષા ભૂપેન્દ્રભાઈ દુબરીયા, સિરાજ ઈબ્રાહીમ અબ્રાણી, કોંગ્રેસમાંથી કુમાર રમણિકલાલ ત્રિવેદી, જ્યોત્સનાબેન અરવિંદભાઈ લો, મહેશ જેમલભાઇ મેરા, મિતલ ધર્મેન્દ્ર કક્કડ અને બસપામાંથી કનૈયાલાલ ગોરધનભાઈ બાબરીયા, મધુબેન દેવજીભાઈ ચૌહાણ, હેમતભાઈ મેઘજીભાઈ ચાવડા

વોર્ડ નં. 2 માં ભાજપમાંથી જયસુખ મનસુખભાઈ સારેસા, મનિષાબેન જીજ્ઞેશભાઈ દતેસરીયા, મુકેશ અણદાભાઈ ભૂકુ, સરોજબેન જીતેન્દ્રકુમાર ખોખાણી, કોંગ્રેસમાંથી ગિરિશ હસમુખભાઈ ઘેટિયા, જીનતબેન અબ્દુલભાઈ મોડ, નિલેશભાઈ દેવજીભાઈ રાઠોડ સિધ્ધિ હર્ષદભાઈ પાચોટીયા, બસપામાંથી કિરણબેન સજયભાઈ મકવાણા, મોહિત હેમતભાઈ ચાવડા, રમજુબેન કનૈયાલાલ બાબરીયા, રમેશકુમાર કનુભાઈ ચાવડા

વોર્ડ નં. 3 માં ભાજપમાંથી અર્જુન કનુભાઈ ઝાપડા, જયદીપકુમાર કિરીટભાઈ જાની, પાયલ સુરેશભાઈ કુકડિયા, પુનમબેન ગોવિંદભાઈ આશર, કોંગ્રેસમાંથી ગીતાબેન જગદીશભાઈ દુબરીયા, પરેશકુમાર ચકુભાઈ ફેફર, મંજુલાબેન મહેશભાઈ ઝાપડા, રમેશભાઈ ભવાનભાઈ ભુંભરીયા

વોર્ડ નં. 4 માં ભાજપમાંથી આરીફભાઈ સલેમાનભાઈ ભુંગર, નયનાબેન હરેશકુમાર પરમાર, બિલ્કીસબેન ઈકબાલભાઈ શા, સલીમ હુશેનભાઈ માડકીયા, કોંગ્રેસમાંથી અબ્દુલ અબુજી ચૌધરી, ગફાર કાસમભાઈ ભુંગર, નસીમબેન મહેબુબભાઈ મેસાણીયા, નીતાબેન કિશોરભાઈ સોલંકી, બસપામાંથી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, મનિષાબેન રમેશભાઈ ચાવડા, રહિમભાઈ જીવાભાઈ ચૌધરી (કમળ) અને અપક્ષમાં કનુભાઈ મશરૂભાઈ ઝાંપડા

વોર્ડ નં. 5 માં ભાજપમાંથી આશા ચિરાગભાઈ કટારીયા, પંકજભાઈ અમૃતલાલ કારેલીયા, મુક્તાબેન નાનજીભાઈ મેરજા, રશ્મિકાંત લાલજીભાઇ દુબરીયા, કોંગ્રેસમાંથી નાગજીભાઈ વજાભાઈ ઝાંપડા, રોશનબેન હનીફભાઈ સેરસીયા, સુનિતાબેન ભુપેન્દ્રભાઈ ગોધાણી, હસમુખ ગંગારામભાઇ જીવાણી

વોર્ડ નં. 6 માં ભાજપમાંથી અકશાબાનુ ઈમરાનભાઈ સોહવંદી, નિશાબેન મિતેષકુમાર મહેતા, પ્રતિકકુમાર શશીકાંતભાઈ આચાર્ય, મીરાજભાઈ શશીકાંતભાઈ કટારીયા, કોંગ્રેસમાંથી ગોપાલભાઈ હઠાભાઈ ઝાંપડા, સલીમ દાઉદભાઈ ભાણુ, મિનાબેન ચેતનભાઈ ત્રિવેદી, હેતલબેન જીતેન્દ્રગીરી ગૌસ્વામી અને અપક્ષમાંથી પૂનમબેન વિરમભાઈ ઝાંપડા 






Latest News