મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

હળવદના ચરડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મહિલા અને તેના પતિને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને દંપતીએ ગાળો આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો મહિલાના પતિને મારમાર્યો હતો જેથી તેને કપાળ, નાક અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ ચરાડવા ગામના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે કૃણાલ ચાર રસ્તા નજીક મતા સોસાયટીમાં રહેતા રીટાબેન પીન્ટુભાઈ હળવદિયા (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમિત મનોજભાઈ હળવદિયા, ધર્મેશ મનોજભાઈ હળવદિયા અને વીરુ મનોજભાઈ હળવદિયા રહે. ત્રણેય ચરાડવા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચરાડવા ગામે રાજલનગર ખાતે ફરિયાદીના દિયરના દીકરાના લગ્ન કહતા જેથી તેઓ પોતાના પતિ અને સંતાનોની સાથે ત્યાં આવ્યા હતા ત્યારે ફરિયાદીના જેઠાના ત્રણેય દીકરા સાથે અગાઉના ઝઘડા થયો હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેના પતિ પીન્ટુભાઇ ગજેન્દ્રભાઈ હળવદિયાને બોલાચાલી ઝઘડો કરી ગાળો આપતા હતા જેથી કરીને ફરિયાદી તથા તેના પતિએ ગાળો આપવાની ના પાડી હતી અને જેથી આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને ત્યારે અમિત અને વીરુએ લાકડાના ધોકા વડે તથા ધર્મેશે ઢીકાપાટુનો ફરિયાદીના પતિને આડેધડ માર્યો હતો જેથી તેઓને કપાળ, નાક અને મોઢામાં ઇજાઑ થઈ હતી અને આરોપીઓએ ટોન જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ઇજા પામેલા ફરિયાદીના પતિને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં નાકના ભાગે ફ્રેક્ચર, કપાળના ભાગે ટાંકા આવ્યા હતા અને મોઢ ઉપર પણ ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જેઠાના ત્રણ દીકરાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News