મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ


SHARE







મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ

મોરબીના જોધપર (નદી) ગામ પાસે મચ્છુ નદી પર બ્રિજ બનાવવામાં આવેલ છે અને ત્યાંથી ભારે વાહનો સહિતના ટ્રાફિકની સતત અવરજવર રહે છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિજની સલામતી બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમે નિરીક્ષણ કર્યુ હતું

ગુજરાત રાજ્યમાં પુલ, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબીથી લીલાપર ચોકડી અને રફાળેશ્વર થઈ નેશનલ હાઇવેને જોડતા રસ્તા પર જોધપર (નદી) ગામ પાસે મચ્છુ-૨ ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકી સહિતના ઈજનેરોની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ઉલેખનીય છે કે, આ બ્રિજ વર્ષ ૨૦૧૪ માં બનાવવામાં આવેલ છે અને મોરબીના સિરામીક, પેપર મીલ સહિતના ઉદ્યોગો માટે તેમજ ગામના લોકો માટે મહત્વનો બ્રિજ છે. અને આ બ્રિજ ઉપર ભારે વાહનો સહિતનો ટ્રાફિક પણ સતત રહે છે. જેથી વાહન વ્યવહારની સુરક્ષાને ધ્યાને રાખીને માર્ગ મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે બ્રિજની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.






Latest News