મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબીના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE

















ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
 
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સરદાર પટેલ વિદ્યાલય, ટંકારા ખાતે સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

દીકરીઓને માત્ર શિક્ષિત નહીં પરંતુ જાગૃત અને સુરક્ષિત નાગરિક બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ટંકારા સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ દ્વારા સાઈબર સેફ્ટી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં સોશિયલ મિડિયા, ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ દુનિયામાં સાવચેતી કઈ રીતે રાખવી વગેરે મુદ્દાઓ પર વિધાર્થીનીઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા.ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી અને દરેક દીકરીઓ સુરક્ષિત, સુશિક્ષિત અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા.






Latest News