મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરાયું
હળવદ પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એક આરોપીને પકડ્યો
SHARE









હળવદ પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એક આરોપીને પકડ્યો
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીની ઘટના બનતી હોય વાહન ચોરને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન હરવિજયસિંહ ઝાલા અને વનરાજસિંહ રાઠોડને મળેલ હકીકત આધારે શક્તિ સુખાભાઈ વિછીયા (21) રહે. રાજપર તાલુકો ધાંગધ્રા વાળાને ચોરાઉ બાઈક સાથે હળવદ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી વધુ બે ચોરાઉ બાઈક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં આ શખ્સ પાસેથી કુલ મળીને ત્રણ ચોરાઉ બાઈક કબ્જે કર્યા છે અને આ શખ્સ સામે હળવદ અને મોરબી સીટી બી ડિવિઝનમાં કુલ મળીને ચાર ચોરીના ગુના અગાઉ નોંધાયેલ છે. અને હાલમાં આ શખ્સ પાસેથી મળી આવેલા ત્રણ ચોરાઉ બાઈકમાં જીજે 13 એમએમ 7253, જીજે 13 એસ 0159 અને જીજે 13 આર 0424 નો સમાવેશ થાય છે.

