મોરબીના રવાપર ગામે મહિલાએ એકલવાયા જીવનથી કંટાળીને જીવન ટુકાવ્યું
ટંકારાના નેકનામ ગામે પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત
SHARE









ટંકારાના નેકનામ ગામે વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત
ટંકારાના નેકનામ ગામે વાડીએ મજૂરી કામ કરતા યુવાનો ત્રણ વર્ષનો દીકરો રમતા રમતા વાડીએ આવેલ પાણીની કુંડીમાં ડૂબી ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ ગામે મુકેશભાઈ રાઘવજીભાઈ છત્રોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નારણભાઈ ડાવરનો 3 વર્ષનો દીકરો વીકી ડાવર વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા તે પાણીની કુંડીમાં ડૂબી જતા તેને તાત્કાલિક બેભાન હાલતમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
વાંકાનેરના પેડક વિસ્તારમાં દિનેશભાઈ દેવજીભાઈ વાઘેલા (40) નામનો યુવાન 30 જેટલી દુખાવાની ગોળીઓ ખાઈ જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતા ખીમાભાઈ હકાભાઇ ડાભી (20) નામનો યુવાન બાઇક લઈને માટેલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

