મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ


SHARE











એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ

સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી આવે ત્યાર બાદ લોકોમાં ઘણી વખત વેરઝેર થાય તેવું જુદાજુદા ગામોમાં જોવા મળે છે જો કે, સૌહાર્દ, સંસ્કાર અને સહયોગી ચેતનાનો શ્રેષ્ઠ સંયોગ એટલે માળીયા મિયાણાં તાલુકાનું મહેન્દ્રગઢ ગામ. આ ગામમાં  સરપંચ બાદ ઉપસરપંચની વરણી પણ બિન હરીફ કરવામાં આવેલ છે.

થોડાક સમય પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતનું ચૂંટણીમાં વાદવિવાદ અને મતભેદથી ઉપર રહીને સમરસ પદ્ધતિ દ્વારા ગામના સરપંચ તરીકે છાયાબેન કમલેશભાઈ નિમાવતને સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી અને નાના એવા ગામમાં લોકશાહીનું ઉતમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું ત્યાર બાદ પંચાયતની બોડી દ્વારા સર્વસંમતિથી જાનકીબેન મહીપતભાઈ ઠોરિયાની  ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. આમ ગામમાં સરપંચ અને ઉપસરપંચની વરણી બિનહરીફ થવાથી ગામમાં સંપ, શાંતિ, સુમેળ અને એકતા અકબંધ રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે મળીને ગામને પ્રગતિશીલ બનાવે અને આ ગામ અન્ય લોકો માટે આગામી દિવસોમાં પ્રેરણારૂપ બને તેવી લાગણી ગામના લોકોએ વ્યક્ત કરી છે.






Latest News