મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબીના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE

















હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપી જાનથી મારી નાખવાની ધમકી

હળવદમાં આવેલ વડીલોપાર્જિત જમીન જે આધેડના ભાગમાં આવેલ છે તે પોતાની પત્ની સાથે ખેતરે કામ કરતાં હતા ત્યારે તેને કૌટુંબિક ભાઈઓએ ત્યાં આવીને આ જમીન તમારી નથી અહીંથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે તેવું કહ્યું હતું અને ત્યાર બાદ દંપતિને ગાળો આપીને ઝઘડો બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે  હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને હાલમાં એક શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના મોરબી દરવાજા પાસે આવેલ કૃષ્ણનગરમાં રહેતા અને ખેતીકામ કરતાં મનસુખભાઈ ગંગારામભાઈ સોનાગ્રા (51)એ તેઓના કૌટુંબિક ભાઈ મહેશભાઈ શામજીભાઈ સોનાગ્રા, જયદીપભાઇ રતિલાલ સોનાગ્રા અને મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનાગ્રા રહે. ત્રણે હળવદ મોરબી દરવાજા પાસે કૃષ્ણનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદના આસ્થા રોડ ઉપર સ્ક્રિનિંગ મિલ પાસે આવેલ દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં તેઓની વડીલો પાર્જિત જમીન આવેલી છે અને તેનો કબજો પણ તેઓની પાસે છે અને સર્વે નંબર 1426 પૈકી 1 વાળા ખેતરમાં ફરિયાદી તથા તેના પત્ની કામ કરી રહ્યા હતા દરમિયાન મહેશભાઈ અને જયદીપભાઇ ત્યાં ગેરકાયદેસર આવ્યા હતા અને જે જમીનમાં તેઓ ખેતી કામ કરતા હતા ત્યાં જઈને “આ જમીન તમારી નથી અહીંથી નીકળી જાઓ અમોએ એન.એ. કરાવેલ છે તેવું કહ્યું હતું અને ત્યાર બાદ ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ મેહુલભાઈ ત્યાં આવ્યા હતા અને તેણે ફરિયાદી તથા તેના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલા આધેડે દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં આ ગુનામાં મહેશભાઈ શામજીભાઈ સોનાગ્રાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી મનસુખભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓની વડીલો પાર્જિત 11 એકર જમીનમાંથી 5 એકર જમીન આરોપીઓના ભાગે આવી હતી જ્યારે 6 એકર જમીન તેઓના ભાગમાં આવેલ છે જો કે, આરોપીઓના ભાગમાં આવેલ જમીન ડૂબમાં ગયેલ છે જેથી તેઓ હાલમાં ફરિયાદીના કબજામાં રહેલી જમીનમાંથી અડધી જમીન માંગી રહ્યા છે અને તે બાબતે કોર્ટ મેટર પણ ચાલી રહી છે તેવું ફરિયાદી જણાવ્યુ હતું.

મારમાર્યો

મોરબીમાં દલવાડી સર્કલ પાસે રહેતા પંકેશભાઈ હકાભાઇ પરમાર (18) નામના યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ જામ (48) નામના યુવાનને તેના પત્ની અને પુત્રોએ માર મારતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News