મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જનજાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ


SHARE













મોરબી જીલ્લામાં જનજાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરીયા અધિકારીના  માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા હેઠળના ગામોમાં જુલાઈ માસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. અને ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દુર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સર્વેલન્સ કામગીરી કરવામા આવી હતી. તેમજ વાહક નિયંત્રણની કામગીરીમાં સ્કૂલ ખાતે આરોગ્ય શિક્ષણ પોરા નિદર્શન કરવામાં આવી હતી. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ દરમ્યાન ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ છે. ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ દરમ્યાન મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસ કરી પોરાનાશક કામગીરી, નકામા પાણીના પાત્રો ખાલી કરાવ્યા હતા. તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા, ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળોમા પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીના પાત્રમાં ટેમીફોસ પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.






Latest News