મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની બોટલોની 23 પેટી મળી આવતા પોલીસે 1104 બોટલ દારૂ જેની કિંમત 85,440 નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઘરધણી સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રભાઈ ઝાલાના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની બોટલોની 23 પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે 1104 બોટલ દારૂ જેની કિંમત 85,440 રૂપિયા થાય છે તે મુદ્દામાલ કબજે કર્યો છે અને તાલુકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૂપેન્દ્રભાઈ મેરૂભાઈ ઝાલા રહે. પ્રેમજીનગર મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા તેજાભાઈ ખીમાભાઈ મકવાણા (60) નામના વૃદ્ધને ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ઘરે તેના દીકરાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી

મારા મારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા વિપુલભાઈ દિનેશભાઈ (30) નામના યુવાનને રેલવે સ્ટેશન પાસે કોઈએ માર માર્યો હતો જેથી માથામાં અને પગમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના માથક ગામે રહેતા દેવીપુજક હીરાભાઈ મધુભાઈ (40)ને વાડી વિસ્તારમાં હતા ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News