મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો


SHARE







હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો

હળવદ માર્કેટ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અર્ટિકા કારના ચાલકે હડફેટે લેતા તે યુવાનનું મોત નીપજયું હતું જે ગુનાની તપાસ દરમ્યાન ચોંકાવનારી માહિતી સામે આવેલ છે જેમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની અર્ટિકા કારના હપ્તા ચડી ગયા હતા જેથી કાર ચાલકે પોતાની કારના નંબરના બદલી બીજી અર્ટિકા કારના નંબર લગાવેલ હતા અને તેનો સાચા નંબર તરીકે ઉપયોગ કર્યો હતો જેથી કરીને હાલમાં પોલીસે કારના ચાલક સામે વધૂએ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચા (29)એ અર્ટિકા કાર નંબર જીજે 3 પીજે 7105 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદ માર્કેટયાર્ડ પાસેથી તેઓના મોટાભાઈ અરવિંદભાઈ ઠાકરશીભાઈ કુડેચા (31) રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અરવિંદભાઈને શરીરે ગંભીર ઇજા થવાના લીધે તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં આ ગુનાની તપાસ કરી રહેલા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાજેન્દ્ર ભીખુદાન ટાપરિયાએ કારના કબજેદાર બીપીનભાઈ મલાભાઈ રાઠોડ રહે. લીલાપર મોરબી વાળાની સામે વધૂએ ગુનો નોંધાવ્યો છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ માર્કેટ યાર્ડ સામે અકસ્માત કરીને કાર ચાલક નાસી ગયો હતો જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને કારના નંબર આધારે તપાસ કરવામાં આવતા રાજકોટમાં રહેતા પરસોતમભાઈ મકવાણાની કાર હોવાનું સામે આવ્યું હતુ જેથી તેઓની પૂછપરછ કરવામાં આવતા આ કાર તેઓના સાઢુ ભાઈ દેવાભાઇના જમાઈ બીપીનભાઈ મલાભાઈ રાઠોડએ તેઓના નામ ખરીદી કરી હતી તેવી વિગત સામે આવી હતી. ત્યાર બાદ બીપીનભાઈ મલાભાઈ રાઠોડની પૂછપરછ કરવામાં આવતા તે કાર નંબર જીજે 3 પીજે 7105 નો ઉપયોગ કરે છે અને તેનો કબ્જો પણ તેની સામે હોવાનુ સામે આવ્યું હતું જો કે, તેની પાસેથી બીજી અર્ટિકા કાર નંબર જીજે 36 એસી 8580 પણ છે અને તેના હપ્તા ચડી ગયા હતા જેથી તે કારમાં જીજે 3 પીજે 7105 ની નંબર પ્લેટ લગાવીને ફેરવતા હતા. અને ખોટી નંબર પ્લેટ લગાવેલ અર્ટિકા કાર લઈને જતાં જતાં ત્યારે હળવદ માર્કેટ યાર્ડ પાસે અકસ્માત થયો હતો જેથી હાલમાં પોલીસે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવવાનો ગુનો નોંધીને આ ગુનામાં પણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News