મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો


SHARE













હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો

મોરબી મહાપાલિકા કચેરીમાં ગુટલી બાજ કર્મચારીઓને પકડવા માટે થઈને કર્મચારીઓની ઓનલાઈન એટેન્ડન્સ લેવામાં આવે છે પરંતુ તેમાં પણ કેટલાક કર્મચારીઓ દ્વારા યેનકેન પ્રકારે પોતાના ઉપરાંત અન્ય કર્મચારીઓની હાજરી પૂરવામાં આવે છે અને જે રોજમદારે મહાપાલિકામાં કામ કર્યું જ ન હોય તેઓના નામ રાખીને તેઓની અલગ અલગ પ્રકારે હાજરી પુરીને તેઓના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મેળવવામાં આવ્યા હતા જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરીને નાણાકીય ઉચાપત કરવામાં આવેલ હોય હાલમાં મહાપાલિકાના ડેપ્યુટી ઇજનેર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 13 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ લક્ષ્મી પાર્ક દેવાલય એપાર્ટમેન્ટ બ્લોક નંબર 501 ખાતે રહેતા અને મોરબી મહાપાલિકામાં ડેપ્યુટી એજનેર તરીકે ફરજ બજાવતા દીપભાઈ સુરેશભાઈ ફળદુએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મંદિ ચાવડા રહે. નાની વાવડી, વિમલભાઈ બાવળીયા રહે. લક્ષ્મી સોસાયટી મોરબી, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ રહે. રામકૃષ્ણનગર મોરબી, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા રહે. અનુ જાતિવાસ મોરબી, રોહિતભાઈ ધીરુભાઈ રહે. મોરબી, લલિતભાઈ કુમારભાઈ ચાવડા રહે. મોરબી, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડા રહે. મોરબી અને રાજેશભાઈ રહે. મોરબી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં ફરિયાદી જણાવ્યુ છેકે, મોરબી મહાપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાના નામ સિવાય અન્ય કર્મચારીઓના નામની હાજરી પૂર્વમાં આવતી હોવાની બાબત મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાના ધ્યાન ઉપર આવી હતી અને મહાપાલિકાને આર્થિક નુકસાન થતું હોય હાલમાં મહાપાલિકાની જુદી જુદી શાખાની અંદર કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવતા અમુક લોકો એકથી વધુ કર્મચારીઓની ખોટી હાજરી પૂરતા હોવાનું સામે આવ્યું હતું. 

વધુમાં મળતી માહિતી મુજબ ગત તા. 5 અને 6 ના રોજ હાજરી રજીસ્ટરના રિપોર્ટની ચકાસણી કરવામાં આવતા અમુક રોજમદાર કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરીને હાજરી પૂરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપાલિકાના સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવતા હાજરી પૂરવાનો સમય અને બહાર જવાનો સમય બંને સરખા હતા તેવું ધ્યાન ઉપર આવ્યું હતું આટલું નહીં પરંતુ હાલમાં મહાપાલિકા કચેરીમાં રોજમદાર કર્મચારીઓની હાજરી એટેન્ડન્સ મશીનમાં લેવામાં આવતી હોય છે જોકે અમુક કર્મચારીઓએ પોતાના નામ સિવાય અન્ય કર્મચારીઓની પોતાની આંગળી અને ફેસથી હાજરી પૂરી દેતા હોવાનું સામે આવ્યું હતું

જેમાં આરોપી મંદિચાવડા દ્વારા મશીનમાં અલગ અલગ કર્મચારીઓની હાજરી પુરવામાં આવતી હતી જેમાં લલિતકુમાર ચાવડા માટે જમણા હાથની આંગળી, રોહિતભાઈ ધીરુભાઈ માટે જમણા હાથની બીજી આંગળી, મનદીપ ચાવડા માટે ફેસ અને જમણા હાથની પેલી આંગળી તથા અભયભાઈ ચૌહાણ માટે ડાબા હાથની પહેલી આંગળી વડે હાજરી પૂરતા હતા. જ્યારે પંચિંગ મશીનમાં વિમલ બાવળીયા દ્વારા અંકુર કુંભારિયા માટે જમણા હાથની છેલ્લેથી બીજી આંગળી, રોહિતભાઈ ધીરુભાઈ માટે જમણા હાથની છેલ્લેથી ત્રીજી આંગળી, મહેશભાઈ ગુનાવા માટે જમણા હાથની છેલ્લી આંગળી, મનદીપ ચાવડા માટે જમણા હાથનો અંગૂઠો, રોહિત માટે ડાબા હાથની પહેલી આંગળી, પ્રકાશભાઈ માટે ડાબા હાથની બીજી આંગળી અને રાહુલભાઈ ગલાભાઈ ડામોર માટે ડાબા હાથની ત્રીજી આંગળીથી હાજરી પૂરતા હતા આવી જ રીતે અભય ચૌહાણ દ્વારા વર્કશોપના કર્મચારીઓના એટેન્ડન્સ મશીનમાં સંજયભાઈ ચાવડાની જમણા હાથના અંગૂઠાથી અને અભય ચૌહાણની જમણા હાથની પહેલી આંગળી વડે હાજરી ભરવામાં આવતી હતી.

આ બાબતે ડેપ્યુટી કમિશનર દ્વારા જે તે કર્મચારી પોતાના સિવાય અન્ય કર્મચારીઓની હાજરી પૂરે  છે તેના માટે પૂછપરછ કરવામાં આવતા જે તે કર્મચારી લેખિતમાં અન્ય કર્મચારીની હાજરી પૂરતા હોવાનો એકરાર કર્યો હતો અને માફીનામું લખી આપ્યું હતું અને અન્ય કર્મચારીઓની ખોટી હાજરી પૂરીને તેઓના બેન્ક એકાઉન્ટમાં નાણા મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. આમ સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરીને જે વ્યક્તિ નોકરી કરતા નથી તેઓની ખોટી રીતે હાજરી પૂરીને સંસ્થામાં નાણાકીય ઊચાપત અને ભ્રષ્ટાચાર કરેલ છે અને સંસ્થાને નુકસાન કર્યું છે જેથી હાલમાં મહાપાલિકાના ડેપ્યુટી ઇજનેર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News