બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા
Breaking news
Morbi Today

મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE







મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો

શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાના આચાર્ય તેમજ મોરબી જિ.પ્રા.શિ.સંઘના પુર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાના પ્રયત્નથી મોરબી ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા હીમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં કરવામાં આવ્યુ હતું. હાલના સમયમાં બાળકોમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હીમોગ્લોબિનની ઉણપથી થતાં રોગોનું પણ પ્રમાણ વધી રહ્યું છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળામાંથી ટોટલ ૫૪ બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં હીમોગ્લોબિનની ઊણપ હોય એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. સાથે દરેક વિધાર્થીઓને રોગો ન આવે તેમજ આવતા રોગોને અટકાવવા વિશે બાળકોને સમજાય તે રીતે રસપ્રદ અને સરળ ભાષામાં પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. દરેક બાળકોનું બ્લડગ્રુપનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આ બંને કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રેસિડેન્ટ અંજનાબેન ગઢિયા, સેક્રેટરી ડો.હીનાબેન મોરી તેમજ ડો. પ્રકાશભાઈ વિડજા  અને તેમની ટીમ હાજર રહી હતી અને શાળાના શિક્ષક મિત્રો વિનુભાઈ ફેફર, ગજાનનભાઈ આદ્રોજાએ સેવા આપી હતી.






Latest News