મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા ! મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE







































મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનાને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાંથી મશીનમાં લગાવેલ જુદી જુદી સાઈઝના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ હતી જેથી 1.65 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે ચોરઉ વાયર, બોલેરો અને મોબાઇલ વિગેરે મળી 4.07 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ એકતા એવન્યુ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 602 માં રહેતા વૈભવભાઈ પ્રેમજીભાઈ ચાડમિયા (27)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, લાલપર ગામની સીમમાં જુના રફાળેશ્વર તરફ જવાના રસ્તે પાવર હાઉસની સામેના ભાગમાં તેઓનું ભાગીદારીમાં કમાન્ડર સિરામિક નામનું કારખાનું આવેલ છે ત્યાં કારખાનાની દિવાલ કૂદીને કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો અને લોખંડની બારીની ગ્રીલ તોડીને કારખાનામાં કિલન મશીનરીમાં ઉપયોગમાં લેવાતો 35 એમએમ કેબલ વાયર 692 મીટર અને 1.5 એમએમનો ફોરકોર કેબલ વાયર 115 મીટર જેની કુલ કિંમત 1,65,000 થાય છે તેની ચોરી કરી છે. જેથી ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી ભરતભાઈ રમેશભાઈ ઝંઝવાડિયા રહે. વીસીપરા, મહાકાળી માતાના મંદીર સામે મોરબી, રવિભાઈ રમેશભાઈ દલસાણીયા રહે. વીસીપરા મોરબી, વિપુલભાઈ ગોધનભાઈ કેરવાડિયા રહે. ઇન્દીરાનગર મોરબી અને હાર્દિકભાઈ રાજુભાઈ ડાભી રહે. લાયન્સનગર, સેન્ટમેરી સ્કુલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે 1.04 લાખનો વાયર, 3 લાખની બોલેરો નંબર જીજે 8 એ ડબલ્યુ 3397, કટર, ધોકો અને ધારિયું તેમજ 3 મોબાઈલ ફોન કબજે કરેલ છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી














Latest News