મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ


SHARE







































મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ

મોરબી તાલુકાના ઘુંટુ ગામે કરોડોની કિંમત ધરાવતી સંયુક્ત માલિકીની ખેતીની જમીનના વેચાણ મામલે મહત્વનો કાનૂની નિર્ણય સામે આવ્યો છે.જમીનના અન્ય સહહિસ્સેદારોની સંમતિ લીધા વિના તેમજ કાયદેસરની વહેંચણી કર્યા વગર થયેલા વેચાણ સામે વાંધા અરજીઓ કરવામાં આવતાં મોરબીના પ્રાંત અધિકારીએ મહત્ત્વનો ચુકાદો આપી વેચાણ નોંધ રદ કરવાનો હુકમ કર્યો છે

આ કેસના એડવોકેટ ભાવિનભાઇ ફેફર પાસેથી મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામના રેવન્યુ સર્વે નં. ૧૦૭૭ પૈકી ૨ અને ૧૦૭૭ પૈકી ૩ ની કુલ ૨-૪૨-૫૨ આર.ચો.મી. જમીન ખાતા નં.૧૮૭ હેઠળ કુલ ૧૯ સહહિસ્સેદારોના સંયુક્ત નામે ચાલે છે.આ પૈકી નાથાભાઈ સામતભાઈ, જેમલભાઈ ટામરિયા તથા ભાંગરા પરિવારના વારસદારો સહિતના સહહિસ્સેદારોએ તેમના વણવહેંચાયેલા ૬૬.૬૬ ટકા હિસ્સાની જમીન તા.૧૪-૫-૨૬ ના રોજ રજિસ્ટર્ડ દસ્તાવેજ નં.૧૫૫૮ થી પ્રકાશભાઈ કરશનભાઈ ભાડજને વેચાણ આપી હતી.જેના આધારે ગામ દફતરે વેચાણ નોંધ નં.૧૨૯૯૯ દાખલ કરવામાં આવી હતી.

આ વેચાણ નોંધ સામે અન્ય સહહિસ્સેદારો સજ્જનભાઈ કોરોતરા, કાનજીભાઈ કોરોતરા અને અજાણભાઈ ખાંભલાના વારસદારો સહિત કુલ ૧૦ અરજદારોએ પ્રાંત અધિકારી સમક્ષ વાંધા અરજી દાખલ કરી હતી. અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જમીન સંયુક્ત માલિકીની અને સંયુક્ત કબ્જા-ભોગવટાની છે. આજદિન સુધી જમીનની કોઈ વિધિવત વહેંચણી કરવામાં આવી નથી તેમજ વેચાણ અંગે અન્ય સહહિસ્સેદારોની સંમતિ પણ લેવામાં આવી નથી.આવી સ્થિતિમાં વેચાણ નોંધ મંજૂર થાય તો જમીનની ખેતી અને પરિવારના ગુજરાનને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. બીજી તરફ ખરીદદાર તરફથી સરકારના માર્ચ-૨૦૨૫ ના પરિપત્રનો હવાલો આપી વણવહેંચાયેલા હિસ્સાનું વેચાણ કાયદેસર હોવાની દલીલ કરવામાં આવી હતી.

બંને પક્ષોની દલીલો અને રેવન્યુ રેકર્ડની તપાસ કર્યા બાદ પ્રાંત અધિકારીએ અવલોકન કર્યું હતું કે સંયુક્ત માલિકીની જમીનની વિધિવત વહેંચણી થઈ ન હોવાથી કોનો કેટલો હિસ્સો છે ? અને કયા ભાગની કબ્જાવાળી જમીન વેચાઈ રહી છે ? તે હાલ નક્કી થઈ શકે તેમ નથી.હિસ્સો નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટની હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું. ભવિષ્યમાં જમીનની વહેંચણી સમયે લિટિગેશન ઊભું થવાની શક્યતાઓને ધ્યાને લઇને પ્રાંત અધિકારીએ અરજદારોની વાંધા અરજીઓ અંશતઃ મંજૂર રાખીને ગામ દફતરે દાખલ થયેલી વેચાણ નોંધ નં.૧૨૯૯૯ નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.આ હુકમથી સંયુક્ત માલિકીની જમીનના વેચાણમાં અન્ય સહહિસ્સેદારોના હક્કો અને કાયદેસરની વહેંચણીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.આ કેસમાં સહહિસ્સેદારો તરફેથી જાણીતા એડવોકેટ ભાવિનભાઇ ફેફર રોકાયેલ હતા.














Latest News