મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા ! મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા
Breaking news
Morbi Today

સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા !


SHARE







































સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા !

મોરબીમાં રહેતા વકીલનું એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ આવેલું છે અને તેઓના એકાઉન્ટમાં થતા ટ્રાન્જેક્શનના મેસેજ તેઓને સમયસર મળતા હતા જોકે, ગત તા. 22/10/2026 ના રોજ તેઓના ખાતામાંથી 98,000 નું કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું અને તે ટ્રાન્જેક્શનને લગતો મેસેજ તેઓને બેંક તરફથી આપવામાં આવ્યો ન હતો જેથી આ ટ્રાન્જેક્શનની જાણ વકીલને હતી જ નહીં પરંતુ સાઇબર ફ્રોડ અથવા તો નાણાકીય ઉચાપતની વકીલને જાણ ખાતાની સાથે તેમના દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ અને એસબીઆઇ બેન્ક સામે લેખિતમાં ફરિયાદ આપવામાં આવેલ છે.

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા વકીલ હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી (39)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ (જેનું ગુગલ પે પ્રમાણેનું નામ તારાચંદ નાગોસે) અને એસબીઆઇની ગ્રીનચોક દરબારગઢ શાખા સામે લેખિતમાં સાયબર ફ્રોડનl અને ઉચાપતની ફરિયાદ આપવામાં આવી છે જેમાં તેઓને જણાવ્યું છે કે એસબીઆઈની ગ્રીનચોક દરબારગઢ શાખામાં તેઓનું બેન્ક એકાઉન્ટ નંબર 31611749853 આવેલું છે અને તે એકાઉન્ટમાં થતા ટ્રાન્જેકશનના મેસેજ તેઓને સમયસર મળતા હોય છે જોકે ગત તા 22/10/2026 ના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા યુપીઆઈથી ડિજિટલ ટ્રાન્જેક્શન કરીને કે પછી કોઈપણ રીતે ડિજિટલ ટ્રાન્જેક્શનનો દુરુપયોગ કરીને 98,000 નું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું જે ટ્રાન્જેક્શનનો દર વખતે જે રીતે એસબીઆઇ બેન્ક તરફથી ફરિયાદી હિરેનભાઈ ગોસ્વામીને મેસેજ આવતો હતો તે રીતે મેસેજ આવ્યો ન હતો જેથી આ ટ્રાન્જેક્શનની જાણ ફરિયાદિને હટ8 જ નહીં અને આ 98,000 ના ટ્રાન્જેક્શન વિશેની જાણ થતાની સાથે જ ભોગ બનેલા વકીલ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ તથા એસબીઆઈ બેન્ક સામે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, બેંક દ્વારા આ 98,000 ના ટ્રાન્જેક્શન પહેલા કરવામાં આવેલા તમામ ટ્રાન્જેક્શનો તથા તૈયાર બાદ કરવામાં આવેલ ટ્રાન્જેક્શનના મેસેજ ફરિયાદીને આપવામાં આવેલ છે. તો પછી જે 98,000 નું ટ્રાન્જેક્શન થયું તેનો મેસેજ કેમ કરવામાં આવ્યો નથી તે પણ તપાસનો વિષય છે અને આ સાઈબર ફ્રોડ કે ઉચાપતના કેસમાં ક્યાંકને ક્યાંક બેંકના કોઈ કર્મચારીઓની પણ સંડોવણી હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવામાં આવે તેવી ભોગ બનેલા વકીલ દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવી છે














Latest News