મોરબીમાં તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા રાખીને વૃદ્ધને બે પાડોશીએ મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી
માળીયા (મી)ના દેવગઢ પાસે પવનચક્કીમાંથી 200 મીટર કેબલ વાયરની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા: પાંચ શખ્સોની શોધખોળ
SHARE









માળીયા (મી)ના દેવગઢ પાસે પવનચક્કીમાંથી 200 મીટર કેબલ વાયરની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા: પાંચ શખ્સોની શોધખોળ
માળીયા મીયાણા તાલુકાના દેવગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સુજલોન કંપનીની પવનચક્કીનું તાળું તોડીને પવનચક્કીમાં પણ પ્રવેશ કરીને ત્યાંથી પાવર સપ્લાયના કેબલ વાયર કાપીને તેની ચોરી કરવામાં આવી હતી જે અંગેની સિક્યુરિટી ગાર્ડ દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 72,000 ની કિંમતના કેબલ વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જે ગુનામાં પોલીસે હલમ ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને પાંચ શખસોના નામ સામે આવ્યા છે જેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
માળીયા મીયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતા કાનાભાઇ જીવાભાઇ સવસેટા (54)એ હાલમાં અજાણ્યા શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કેબલ વાયર ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા 16/3 ના રોજ માળિયા મીયાણાથી દેવગઢ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સુઝલોન કંપનીની પવનચક્કી નંબર-106 આવેલ છે તેનું તાળું તોડીને અજાણ્યા શખ્સોએ પવનચક્કીમાં પ્રવેશ કર્યો હતો અને પવનચક્કીમાં પાવર સપ્લાય માટેના કેબલ વાયરને કાપીને અંદાજે 200 મીટર જેટલા કેબલ વાયરની ચોરી કરી હતી જેથી કરીને 72,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.
દરમ્યાન પૃથ્વીરાજસિંહ જાડેજા, રાયમલભાઈ શીયાર, હરપાલસિંહ રાજપુત તથા જયપાલસિંહ ઝાલાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, દેવગઢ જવાના રસ્તા ઉપર આવેલ સુઝલોન કંપનીની પવનચકીમાંથી કોપર વાયરની ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સો માળીયા શહેશાવલી પાટીયા પાસે આવેલ છે જેથી ત્યાં જઈને તપાસ કરતાં કુલ 4 શખ્સો મળી આવ્યા હતા જેની પુછપરછ કરતા તેને કેબલ વાયર ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે ચારેય શખ્સોની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી હતી
જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં સાજીદ ખમીશાભાઇ ઘાંચી (25), કાસમા ઇબ્રાહીમશા શેખ (30), ઇબ્રાહીમભાઇ યુસુફભાઈ સામતાણી (21) અને સમીરભાઇ હનીફભાઇ મકવાણી (21) રહે. બધા જ અંજાર વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી જે આરોપીના નામ મળ્યા છે અને તેને પકડવાના બાકી છે તેમાં અનીલ કોળી રહે. શેખટીંબા, રફીક તાજુભાઇ ભટ્ટી રહે. માળીયા મીયાણા, શકુર ઉર્ફે ભૂસે જુસબ જેડા રહે. માળીયા મીયાણા, લાલાભાઈ ગોરધનભાઇ દેવીપુજક રહે. અંજાર અને લાલાભાઇ દેવીપુજકની બોલેરો ગાડીનો ડ્રાઇવરનો સમાવેશ થાય છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
ઉલેખનીય છે કે, પકડાયેલ આરોપીઓમાં સાજીદ ઘાંચી અગાઉ અંજાર અને સામખીયાળી વિસ્તારમાં કેબલ વાયર ચોરીના બે ગુનામાં પકડાયેલ છે અને કાસમ પધર પોલીસ સ્ટેશન ખાતે પાણીના બોરના કેબલ વાયર ચોરીના ગુનામાં પકડાયેલ છે. અને આ આરોપીઓ પાસેથી પોલીસે 90 કિલો કોપર વાયર, ગેસનો બાટલો, ગેર કટર વિગેરે મળીને કુલ 80700 નો મુદામાલ કબ્જે કર્યો છે અને આ કામગીરી પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ સ્ટાફે કરી હતી.
બાઇક ચોરી
હળવદ શહેરમાં જૂની મામલતદાર કચેરી સામેની શેરીમાં હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ સુનીલનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પુરાણી (41)એ પોતાનું બાઈક નંબર જીજે 13 એસ 0159 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

