હળવદના રાતાભેર ગામે રહેતી મહિલા અને તેના બે સંતાનોને પતિ અને જેઠ-જેઠાણીએ માર માર્યો
SHARE









હળવદના રાતાભેર ગામે રહેતી મહિલા અને તેના બે સંતાનોને પતિ અને જેઠ-જેઠાણીએ માર માર્યો
હળવદના રાતાભેર ગામે રહેતી મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે લફરું હતું અને રાતાભેર ગામે માતાજીના માંડવામાં તે મહિલા સાથે તેના પતિ સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓ દ્વારા બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હતો તેમજ તે મહિલાને માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો અને તેના બે દીકરાને પણ ઢીકાપાટુનો મારમારીને ઇજાઓ કરી હતી જેથી તે ત્રણેયને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાના પતિ, જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા જ્યોતિબેન રાજુભાઈ ઉઘરેજા (38)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાજુભાઈ મનસુખભાઈ ઉઘરેજા અને જેઠ ચંદુભાઈ મનસુખભાઈ ઉઘરેજા રહે. બંને હાલ રાતાભેર મૂળ રહે. એમપી તથા જેઠાણી સુનિતાબેન નટુભાઈ ઉઘરેજા રહે. મુળ દિલ્હી હાલ રહે રાતાભેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના પતિને કોઈ સ્ત્રી સાથે લફરું હોય તે બાબતે રાતાભેર ગામે માતાજીના માંડવામાં ફરિયાદી મહિલા સાથે તેના પતિ, જેઠ અને જેઠાણીએ બોલાચાલી કરી હતી અને મહિલા તથા તેના બે સંતાનોને ગાળો આપવામાં આવી હતી અને મહિલાને માથાના ભાગે ચંદુભાઈ ઉઘરેજા દ્વારા લોખંડનો પાઇપ મારવામાં આવ્યો હતો જ્યારે ફરિયાદીના પતિ સહિતના ત્રણેય વ્યક્તિઓએ ફરિયાદીના દીકરા આકાશ અને અનિકેતને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં મહિલા સહિત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલાના પતિ, જેઠ અને જેઠાણીની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

