મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ


SHARE













મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ

શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી મહાપાલિકા વિસ્તારમાં અને જીલ્લામાં નોનવેજ ઉપર સંપૂર્ણ રીતે એક મહિના સુધી પ્રતિબંધ મૂકવામાં આવે તેવા માટેની સર્વે હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટર અને કમિશનરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને શિવશક્તિ સેવા સંગઠનના હોદેદારોએ કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, આગામી તા. 25 થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના અનેક જાહેર સ્થળો જ્યાં હિન્દુ દેવી દેવતાઓના મંદિર આવેલા છે ત્યાં હિન્દુ સમાજના લોકો પૂજન અર્ચન કરવા માટે જતાં હોય છે ત્યાં હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી એવી જગ્યા પર નોનવેજ ખાદ્યસામગ્રીની હોટલો, દુકાનો કે લારીઓ ઉપર એક મહિના સુધી નોનવેજના વેચાણ પર સંપૂર્ણ રીતે જિલ્લામાં પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા નોનવેજ ખાદ્યસામગ્રીનું વેચાણ બંધ કરાવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેથી કરીને તંત્ર દ્વારા જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંપૂર્ણ રીતે નોનવેજનું વેચાણ બંધ થાય તેની અમલવારી કરાવવામાં આવે તેવી માંગ કરી છે. જો નોનવેજનું વેચાણ બંધ કરાવવામાં નહીં આવે તો મોરબી સર્વે હિન્દુ સંગઠન અને સનાતની હિન્દુ સમાજ દ્વારા સંપૂર્ણ વિરોધ કરવામાં આવશે. 






Latest News