ટંકારાના નેકનામ ગામે પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત
વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 10 બોટલ સાથે એક ધરપકડ, એકની શોધખોળ: વિરવિદારકા નજીકથી 800 લિટર આથો-400 કિલો અખાદ્ય ગોળ સાથે બે શખ્સ પકડાયા
SHARE









વાંકાનેરમાં ઘરમાંથી દારૂમો 10 બોટલ સાથે એક શખ્સની ધરપકડ, એકની શોધખોળ: વિરવિદારકા નજીકથી 800 લિટર આથો-400 કિલો અખાદ્ય ગોળ સાથે બે શખ્સ પકડાયા
વાંકાનેરના જીનપરા શેરી નં-10 માં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 26 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 33,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે જોકે માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી બે શખ્સ સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે વાંકાનેરના જીનપરામાં રહેતા સાહિલ કુરેશીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદરથી દારૂની 26 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 33,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સાહિલ જુમાભાઇ કુરેશી (21) રહે. જીનપરા શેરી નં-10 વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક આરોપીનો ભાઈ રફીકભાઇ જુમાભાઇ કુરેશી આ દારૂની બોટલ આપી ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા (મી) તાલુકાના વિરવિદારકા ગામે નદીના કાંઠે શક્તિ માતાના મંદિર સામે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો તથા દેશી દારૂનો આખો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અખાદ્ય ગોળ 400 કિલો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 30,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી અલ્તાફ હસનભાઈ સંધવાણી (27) અને મકબુલ ગફુરભાઈ સામતાણી (30) રહે. બંને વીરવિદરકા તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
ટંકારાના ઉમિયાનગર ગામથી નાના રામપર જવાના કાચા વાડીના રસ્તેથી પસાર થઈ રહેલ શખ્સને પોલીસે રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ભૂમિતભાઈ ધરમશીભાઈ રાંકજા (19) રહે. ચાચાપર ગામ પટેલ સમાજ વાડીની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

