મોરબીમાં લાઇટ, ગટર, રોડ વિગેરેના રાતે ચાલતા કામનું નિરીક્ષણ કરતાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે
SHARE









મોરબીમાં લાઇટ, ગટર, રોડ વિગેરેના રાતે ચાલતા કામનું નિરીક્ષણ કરતાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે
મોરબીમાં છેલ્લા દિવસોમાં પડેલા વરસાદ પછી કેટલા વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર, લાઈટ, સફાઈ સહિતના પ્રશ્નો ઊભા થયા હતા જેથી કરીને લોકોએ આંદોલન કર્યા હતા અને બાદમાં અધિકારીઓએ મિટિંગો કરીને મોરબીમાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટેની કામગીરીનું આયોજન કર્યું છે જેના ભાગ રૂપે જુદાજુદા વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં ગઇકાલે રાત્રિના સમયે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે તેઓની ટિમ સાથે ફિલ્ડમાં નીકળ્યા હતા અને જે કામગીરી કરવામાં આવી રહી હતી તેનું નિરીક્ષણ કર્યું હતું. અને નજીકના દિવસોમાં રોડના ખાડા સહિતના પ્રશ્નો ઉકેલાઈ જશે તેવું જણાવ્યુ હતું.
મોરબીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના લીધે છેલ્લા દિવસોમાં લોકોને ચક્કાજામ કરીને આંદોલન કર્યા હતા જેને પગલે મનપા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ખાસ કરીને હાલમાં મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડરસ્તાના ખાડા બુરવા, ગટર સફાઈ કરવી અને સ્ટ્રીટ લાઈટ ફિટ કરવી તે સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. દરમ્યાન ગઇકાલે રાત્રિના સમયે મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરે તેઓના અધિકારીઓની ટિમ સાથે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા અને લાતી પ્લોટ, પંચાસર રોડ, જેલ રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. અને ત્યારબાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, છેલ્લા દિવસોમાં અંદાજે 10 કિલો મીટર જેટલા શહેરના રસ્તાને વેટમિક્સથી રીપેર કરવામાં આવ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસમાં મોટા રસ્તાના કામ કરવામાં આવશે અને ત્યાર બાદ નાના ખાડા બુરવા માટેનું કામ કરવામાં આવશે.

