મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ
મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો
SHARE









મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો
મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો કોર્ટ દ્રારા જામીન ઉપર છુટકારો કરવામાં આવેલ છે.
બનાવની ટુકમાં હકીકત એવી છે કે ગત તા.૧૧-૪-૨૫ ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં કુલ ૧૧ ઈસમો સામે બી.એન.એસ. ની કલમ ૧૦૮ તથા ગુજરાત નાણા ઘીરઘાર ની કલમ ૪૦, ૪૨ અન્વયે ફરીયાદ આપેલી ફરીયાદીએ તેના મોટા ભાઈ નીલેશભાઈ હરેશભાઈ મકવાણાએ હીતેશ માર્કેટીંગ નામની ઓફીસમાં આરોપીઓ ના દબાણ ના કારણે જંતુનાશક દવા પી લઇને પોતે આપઘાત કરતા સ્યુસાઈડ નોટના આઘારે આરોપી ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, હીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય બીજા ઈસમો સામે ફરીયાદ આપેલી જેથી મોરબી બી ડીવી. પોલીસે આરોપી ભગીરથસિંહ જનકસિંહ જાડેજા અને હીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પકડીને નામ.કોર્ટમાં રજુ કરતા નામ.નીચેની અદાલતે જેલ હવાલે કરતા બંન્ને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત નામ.સેશન્સ કોર્ટમાં નામ.સેશન્સ જજશ્રી મીતલકુમાર રસીકભાઈ નાદપરાની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા નામદાર સેશન્સ કોર્ટે બંન્ને આરોપીઓને શરતોને આધીન રૂા.૫૦,૦૦૦ ના રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.આરોપીઓ પક્ષે વકીલ મનીષ પી.ઓઝા તથા મેનાઝ એ. પરમારની દલીલો તથા નામ.ગુજ. હાઈકોર્ટ તથા નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા વકીલની ઘારદાર રજુઆતો ધ્યાને લઈ સેશન્સ જજશ્રી નાગપરાએ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

