મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ


SHARE







મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ

આમ આદમી પાર્ટી  મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીમાં પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો ધણાં સમયથી હતા અત્યારની પરીસ્થિતિ જોવા જઈએ તો ત્યાં હાલ ગટરની સુવિધા નથી અને વધુુ સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેમાં સેવાળ તથા માખી-મચ્છર અને જીણી જીવાતો પણ છે.આ સોસાયટીમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી.આ સોસાયટીના રહીશો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં નઝર અંદાજ કરતા હતા પણ હવે આમ આદમી પાર્ટીના જીલ્લા ટીમ દ્વારા આ સોસાયટીના રહીશોને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર ઓફિસ મહેન્દ્રનગર ખાતે લેખીતમાં આપીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.સાથે સાથે ૨૪ કલાકમાં આ વાજબી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.તેવું અલ્ટીમેટમ પણ તંત્રને આપ્યું છે અને તે બાબતની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી આપ આગેવાનોએ ઉચ્ચારી હતી






Latest News