મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ


SHARE













મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ

મોરબી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાસ્પદ બનેલા કૌભાંડોની એક પછી એક તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી રહી છે.ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દરમિયાન સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના વધુ એક ચર્ચાસ્પદ કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.

મોરબી જિલ્લો છેલ્લા ઘણા સમયથી વજેપર 602 જમીન કૌભાંડને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આ જમીન કૌભાંડની અરજીથી લઈને ફરિયાદ લેવાઈ ગયા બાદ આજ દિવસ સુધીમાં તપાસ દરમ્યાન અનેક ઉતાર ચડાવ આવેલ છે. જે સહુ કોઈ જાણે છે જોકે, વારંવાર ચર્ચાસ્પદ કૌભાંડની તપાસ શા માટે બદલવામાં આવે છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.  અને આ કેસની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવ્યા બાદ તેમાં આરોપીઓની ધરપકડનો દોર શરૂ થયો છે. અને છેલ્લા દિવસોમાં મહિલા સહિત બે આરોપીને પકડીને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

દરમ્યાન માળિયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના આદેશ બાદ સરવડ ગામના તલાટી મંત્રી દ્વારા ગત તા. 18/5/25 ના રો માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનારવારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનારખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી અને તે ગુનાની તપાસ પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કરવામાં આવતી હતી. ત્યારબાદ આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવી હતી.

જો કે, થોડા દિવસો પહેલા આ તપાસ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાને સોંપવામાં આવી હતી અને હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહેલ માહિતી મુજબ માળિયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદની તપાસ પણ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી છે અને તેના માટેનો હુકમ પણ થઈ ગયો છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા છે. કે, મોરબી જિલ્લામાં નહીં પરંતુ રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા કૌભાંડોની એક પછી એક ક્રમશઃ તપાસ સીઆઇડી ક્રાઈમને કેમ સોંપવી પડે છે. ? શું જિલ્લામાં સ્થાનિક પોલીસ આરોપીઓને પકડવામાં ઊણી ઉતરી રહી છે ? આવા અનેક સવાલ લોકો પોલીસની કામગીરી સામે કરી રહ્યા છે. જોકે આ બંને ચર્ચાસ્પદ કૌભાંડોની તપાસમાં કલ્પના બહારના નામ આરોપી તરીકે સામે આવશે તેવું હાલમાં પોલીસ બેડામાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે.






Latest News