મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવલખી બંદર-ડેમ વિગેરે મળીને ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈ


SHARE













મોરબી જિલ્લામાં નવલખી બંદર-ડેમ વિગેરે મળીને ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈ

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ ૧૦૬ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની - વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસી  થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ-મોરબી, બસ સ્ટેશન-મોરબી, રેલ્વે સ્ટેશન-મોરબી, સિવીલ હોસ્પીટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈંટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ-૧ અને ૨, તેમજ બંગાવડી ડેમના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેરના ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું  તારીખ ૩૧-૦૭-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.






Latest News