મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી


SHARE







મોરબીની ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી

મોરબી અને માળીયા તાલુકાનાં ખેડુતોને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવાની મુખ્યમંત્રીએ જાહેર કરેલ છે જો કે, હજુ સુધી ખેડૂતોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વહેલી તકે ખેડૂતોને પાણી આપવાની માંગ કરી છે અને જો તા 5/6 સુધીમાં પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ સૌરાષ્ટ્ર શાખાના હેડ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ  છે કે, મોરબી જીલ્લાના શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા (હ), હરિપર (કે), જીવાપર (ચ), ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રાપર, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપુર, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલપર, જુના ઘાટીલા, સુવવાવ, નવા ઘાંટીલા,, જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર સહિતના ગામોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી કેનાલ મારફત પુરૂ પાડવા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. તેમ છતાં પણ આજ દિન સુધી આ ગામોને આગોતરા વાવેતર માટે કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવેલ નથી. જેથી ખેડુતો આગોતરા વાવેતર કરી શક્ય નથી. માટે ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડીને તાત્કાલિક ખેડૂતોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને આગામી તા.5/6/25 સુધીમાં સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો લાગુ પડતાં તમામ ગામોના ખેડુતોને સાથે રાખી હળવદ-કચ્છ હાઈવે ઉપર બેસી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News