મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ

ગુજરાત સરકાર દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ માધવપુર મેળા 2025 નિમિત્તે સરકાર દ્વારા ભારતના 1600 કલાકારો દ્વારા વિવિધ શહેરોમાં મેગા ઇવેન્ટનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. જેમાં મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ કરવામાં આવેલ છે

મોરબી સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી સાર્થક વિદ્યામંદિરની બાળકો પ્રાચીન ગરબામાં પોતાનું પર્ફોમન્સ તા.1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકા ખાતે રજૂ કરશે. જેમાં શાળાના માર્ગદર્શન હેઠળ 16 જેટલી વિદ્યાર્થીની બહેનો પરફોર્મન્સ આપી રહી છે. જે કૃતિના કોરિયોગ્રાફર રવિરાજભાઈ છે. મોરબીની દીકરીઓ ગુજરાતના અનેક મેગા સિટીમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે. ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ તેઓની ટીમે તમામ ક્ષેત્રે મોરબી જિલ્લાના બાળકોને પ્રોત્સાહન સાથે કલાકારોને સન્માન અને તક મળે તેવું આયોજન કરી રહ્યા છે ત્યારે હાલની ક્ષણ સાર્થક વિદ્યામંદિર સહિત મોરબી માટે ગૌરવવંતી ક્ષણ છે. તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.





Latest News