મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાળકોએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા !


SHARE







વાંકાનેરમાં બાળકોએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા !

મોરબીમાં હાઈવે પર તેમજ જુદાજુદા રોડ ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે ટ્રાફિકના નિયમોની અમલવારી કરવામાં આવે તો ઘણા અકસ્માતોને નિવારી શકાય છે જેથી વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના પીઆઇ એચ.એ.જાડેજા તથા જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા સહિતના દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારે વઘાસિયા ટોલ પ્લાઝા પાસે વઘાસિયા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સીટ બેલ્ટ અને હેલ્મેટ માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હવેથી સીટ બેલ્ટ તથા હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની સમજૂતી આપી હતી. વધુમાં ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવે તો પણ બીજે દિવસે ફરી નિયમ ભંગ કરશે પરંતુ પોતાના બાળકો જેવડા બાળકો જ્યારે વાહન ચાલકોને અકસ્માત વિશે માહિતી આપે અને વાહન ચાલકોને તેમના બાળકો ઘરે રાહ જોતા હોય તેવી લાગણીશભર વાત કરે ત્યાર બાદ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.






Latest News