મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસે અરજદારોના ૨.૬૩ લાખના ૮ મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા


SHARE







વાંકાનેર સિટી પોલીસે અરજદારોના ૨.૬૩ લાખના ૮ મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલનો કરીને વાંકાનેર સિટી પોલીસે ૨.૬૩ લાખની કિંમતના ૮ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને અરજદારોને પરત આપવામાં આવેલ છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબા ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના સિટી પીઆઇ એચ.એ.જાડેજા સહિતની ટિમ કામ કરી રહી છે. તેવામાં વાંકાનેર સીટીમાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવામાં પોલીસ કામ કરી રહી હતી ત્યારે ભરતભાઈ દલસાણીયાએ "CEIR પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવીને કુલ મળીને ૮ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત આશરે ,૬૩,૯૮૯ થાય છે તે શોધી કાઢ્યા હતા અને જે પૈકી ગુમ થયેલ ONEPLUS કંપનીનો મોબાઇલ જેના IMEI NO. 861797076444792 હોય જે બાબતે અવાર-નવાર CEIR ઉપર ઓબ્ઝવ કરી એનાલીસીસ કરતા મોબાઇલ એક્ટીવ થતા મોબાઈલ ફ્લિપકાર્ટ કંપનીમાં સેકન્ડ હેન્ડ મોબાઈલ તરીકે મળેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી ફ્લિપકાર્ટ કંપનીના કર્મચારી સાથે સતત સંપર્કમા રહી મોબાઇલ શોધી કાઢી ગુમ મોબાઇલ પરત મેળવેલ હતા અને મૂળ માલિકોને પરત આપેલ છે.






Latest News