મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના છ વેપારી સહિત કુલ આઠ શખ્સો રાજકોટમાં ફ્લેટમાં જુગાર રમતા પકડાયા: 10.80 લાખની રોકડ સહિત કુલ 18.73 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના છ વેપારી સહિત કુલ આઠ શખ્સો રાજકોટમાં ફ્લેટમાં જુગાર રમતા પકડાયા: 10.80 લાખની રોકડ સહિત કુલ 18.73 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના છ વેપારી સહિત આઠ શખ્સો રાજકોટમા મોટા મવામાં આવેલ રેઇનબો સીટી-2 ના ફ્લેટ નં, 302 માં જુગાર રમતા પકડાયા હતા જેથી કરીને રાજકોટ તાલુકા પોલીસે દરોડો પાડી રોકડ રૂ.10.80 લાખ, કાર, મોબાઈલ સહિત 18.73 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ.મહારાજ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ મયુરસિંહ  જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, નિકુંજ મારવીયા, અભય નાથાણી અને જયપાલસિંહ સરવૈયાને  કાલાવડ રોડ પર મોટા મવા અમરનાથ પાર્ક રેઇનબો સીટી 2 માં ત્રીજા માળે ફ્લેટ નં, 302 માં પ્રવિણ સંઘાણી ભાડેથી રહે છે. તેઓ બહારથી માણસો બોધાવી નાલના નાણા ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડે છે અને હાલ જુગાર ધામ ચાલુ છે, તેવી ચોકકસ બાતમી મળતાં  સ્ટાફે દરોડો પાડી ફ્લેટની અંદર એક રૂમમાં ગોળ કુંડાળુ વળી માણસો  તીનપતીનો જુગાર રમતા હતાં.

પોલીસે તમામ આરોપીને અટકમાં લઈ નામ પૂછતાં ફ્લેટ ધારકે પોતાનું નામ પ્રવિણ હંસરાજ સંઘાણી (45) હોવાનું જણાવેલ હતું. જ્યારે જુગાર રમતાં ભાવેશ પ્રવિણ પારજીયા (43),( રહે,-મોરબી સરદારનગર સોસાયટી વિનાયક પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં.301, કેનાલ રોડ, મોરબી), ભરત ગોરધન સવસાણી (51),( રહે.અવની ચોકડી સોહમ પે ગ્રેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.202, ઉમીયા સર્કલ પાસે, મોરબી),  શાંતીલાલ ગોવિદ ફેફર (50) (રહે. સતકાર સોસાયટી, મોરબી કચ્છ હાઈવે માધવ હોટલ પાસે મોરબી), મનોજ દામજી દલવાડીયા (38),(રહે, વૈભવ લક્ષ્મી સોસાયટી રઘુ હાઈટ્સ ફલેટ નં.604, રવાપર રોડ મોરબી), રોહીત ત્રીભોવન બાવરવા (42),(રહે.પી.જી. કલોક સોસાયટી શક્ત સનાળા રોડ, મોરબી), સંજય આબુ જીવાણી (37), (રહે.પ્લોટ વિસ્તાર નેસડાગામ, ટંકારા) અને પુનિત માવજી કૈલા (38) (રહે, નવા બસ સ્ટેન્ડ પાછળ ક્ધયા છાત્રાલયની બાજુમાં ઋષિકેશ એપાર્ટમેન્ટ પહેલો માળ મોરબી) ની  ધરપકડ કરી રોકડ 10.80 લાખ, એક કિયા કાર અને નવ મોબાઈલ મળી કુલ રૂ.18.73 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી






Latest News