મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મચ્છુ નદીમાં આવેલા નાના-મોટા 9 ચેક ડેમ અને માળિયા તાલુકાના ત્રણ ગામના તળાવો ભર ઉનાળે છલોછલ !


SHARE











મોરબી જીલ્લામાં મચ્છુ નદીમાં આવેલા નાના-મોટા 9 ચેક ડેમ અને માળિયા તાલુકાના ત્રણ ગામના તળાવો ભર ઉનાળે છલોછલ !

મોરબીના મચ્છુ-2 ના દરવાજા બદલવા માટેની કામગીરી કરવાની છે જેથી કરીને તે ડેમમાં રહેલા પાણીના જળ જથ્થાને મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યો છે અને છેલ્લી 24 કલાકથી ડેમના દરવાજા ખુલ્લા રાખીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી કરીને મચ્છુ ડેમથી લઈને માળિયા નજીક દરિયામાં મચ્છુ નદીનું પાણી પહોંચે છે ત્યાં સુધીમાં આવતા કુલ મળીને નાના-મોટા 9 ચેક ડેમો છલોછલ ભરાઈ જશે આ ઉપરાંત માળિયા તાલુકાના ત્રણ ગામના તળાવો પણ મચ્છુ નદીના પાણીથી ભર ઉનાળે છલોછલ ભરાઈ જશે.

મોરબી નજીક જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ મચ્છુ -2 ડેમનું કમ્પ્લીસન સર્ટિફિકેટ 1989 માં આપવામાં આવ્યું હતું અને આ ડેમના કુલ 38 દરવાજા છે જે પૈકીના પાંચ દરવાજા વર્ષ 2024 માં બદલાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ બાકી રહેલા 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી આ વર્ષે કરવામાં આવી રહી છે અને ગઈકાલે તા. 2/2/2025 ના રોજ બપોરે ચાર વાગ્યાથી મચ્છુ-2 ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખોલીને નદીમાં જળ જથ્થો છોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને છેલ્લી 24 કલાકથી મચ્છુ-2 ડેમમાં રહેલ પાણીના જથ્થાને મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યો છે.

મચ્છુ-2 ડેમના અધિકારી ભાવિનભાઈ પનારા પાસેથી મળતી વિગત પ્રમાણે ડેમમાં 939 એમસીએફટી પાણીનો જળ જતો હતો જેમાંથી દરવાજા બદલવા માટેની કામગીરી કરવા કુલ મળીને 390 એમસીએફટી જેટલો જળ જથ્થો મચ્છુ નદીમાં છોડવો પડે તેમ છે જેથી કરીને ગઈકાલે બપોરના ચાર વાગ્યાથી મચ્છુ બેડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ક્રમશઃ કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે પાણી નદીમાં છોડવાનું હોવાથી આજે બપોરે 12:00 વાગ્યાથી વધુ એક દરવાજો ડેમનો ખોલવામાં આવ્યું છે અને આમ હાલમાં ત્રણ દરવાજાને બે ફૂટ સુધી ખુલ્લા રાખીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં અંદાજે 213 એમસીએફટી કરતાં વધુ પાણીનો જળ જથ્થો મચ્છુ નદીમાં છોડી દેવામાં આવેલ છે અને આવતીકાલે સાંજ સુધીમાં લગભગ જરૂરિયાત મુજબનો ડેમ ખાલી થઈ જશે જેથી કરીને દરવાજા બદલવા માટેની કામગીરી ઝડપથી કરવામાં આવશે.

મચ્છુ-3 ડેમના અધિકારી પ્રમોદભાઈ ગોસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી જે પાણીનો જથ્થો છોડવામાં આવે તે આગળ જતા માળિયા નજીક દરિયામાં પહોંચે ત્યાં સુધીમાં મચ્છુ-2 થી મચ્છુ- 3 સુધીના વિસ્તારમાં ચાર ચેક ડેમો આવેલ છે તે ઉપરાંત મચ્છુ-3 થી લઈને માળિયા સુધીમાં વનાળીયાનારણકામેઘપરનવાગામ અને માળિયાના કોઝવે આમ કુલ મળીને નવ જેટલા ચેક ડેમો આવેલા છે જે તમામ ચેક ડેમો હાલમાં જે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી છલોછલ ભરાઈ જવાના છે આ ઉપરાંત મજબૂત મચ્છુ-3 ડેમમાંથી જે કેનાલ નીકળે છે તે કેનાલ મારફતે પણ પાણીને ગામના તળાવો સુધી પહોંચાડવા માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેથી કરીને માળિયા તાલુકાના મોટાભેલાનવાગામ અને સરવડ ગામે આવેલ તળાવ આ મચ્છુ-2 ડેમના પાણીથી વગર વરસાદે અત્યારે ઉનાળામાં છલોછલ ભરાઈ જશે જેથી કરીને ખેડૂતોને તે પાણી સિંચાઇ માટે ઉપયોગી થશે.






Latest News