મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE







હળવદ તાલુકામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

હળવદ તાલુકામાં વ્યાજવટાવ, મારામારી અને લૂંટના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક તત્વોની સામે પોલીસે અને રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને અંદાજે એક કરોડની કિંમતની જમીનમાં કરવામાં આવેલ દબાણને દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવેલ છે.

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીઅસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલ હતી જેથી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ અર.ટી.વ્યાસ અને તેની ટીમે અસામાજીક તત્વોની યાદી બનાવેલ હતી અને અસમાજીક પ્રવૃતીઓ જેવી કે ચોરી, મારામારી, દારૂ વેચાણ, લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ કુલ ૧૦ આરોપીના ગેરકાયદે દુકાન, મકાન, હોટેલ તોડી પાડવામાં આવેલ છે અને ૮ આરોપીના વીજ કનેક્શન કટ કરીને રોકડ ૧૧,૯૫,૦૦૦ નો દંડ કરેલ છે. દરમ્યાન મંગળવારના રોજ વ્યાજવટાવ તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હળવદ માર્કેટ યાર્ડની સામે રહેતા બટુકભાઇ બાબુભાઇ કાંકરેયા જે વ્યાજવટાવ તથા મારામારીમાં સંડોવાયેલ હતો તેનું હળવદ માર્કેટીંગ યાર્ડની સામે રહેણાંક મકાન ડિમોલિશન કરેલ છે અને આશરે 550 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવેલ છે અને જે જમીનની કિંમત ૧૧,૩૭,૩૦૦ થાય છે અને ઘનશ્યામપુર ગામે રહેતા રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા જે મારામારી તથા લુંટના ગુનામાં સંડોવાયેલ છે તેને સરકારી જમીન ઉપર કબ્જો કરેલ હતો જે જમીન આશરે ૪૦૪૬ ચોરસ મીટર અને તેની કિંમત ૫૯,૯૯,૫૮૦ થાય છે આ બંને સરકારી જમીન આજે ખુલ્લી કરાવવામાં આવેલ છે. ત્યારે ડીવાયએસપી, મામલતદાર, પીઆઇ સહિતના હાજર રહ્યા હતા.






Latest News